મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બૅટર રોહિત શર્માએ પોતાના ઉતાર-ચડાવ ભરેલા ફૉર્મ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે એક યુટ્યુબ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ’જો તમે મૅચ કે ટ્રોફી ન જીતી રહ્યા હોય તો ૬૦૦, ૭૦૦, ૮૦૦ રન બનાવવાનો કોઈ અર્થ નથી.
રોહિત શર્મા
મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બૅટર રોહિત શર્માએ પોતાના ઉતાર-ચડાવ ભરેલા ફૉર્મ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેણે એક યુટ્યુબ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ’જો તમે મૅચ કે ટ્રોફી ન જીતી રહ્યા હોય તો ૬૦૦, ૭૦૦, ૮૦૦ રન બનાવવાનો કોઈ અર્થ નથી. મેં આ વાત ૨૦૧૯ના વન-ડે વર્લ્ડ કપમાં શીખી. જો ટીમ ફાઇનલમાં નહીં પહોંચે અને જીતી ન જાય તો હું ૫૦૦ કે ૬૦૦ રનનું શું કરીશ? આ મારા માટે સારું છે, પણ ટીમ માટે નહીં. હું એમ નથી કહેતો કે મારા ૨૦-૩૦ રનથી અમે જીતવા જઈ રહ્યા છીએ. હું એના પર ધ્યાન કેન્દ્રિત કરું છું કે હું કેવી રીતે શ્રેષ્ઠ યોગદાન આપી શકું જેનાથી ટીમને ફાયદો થાય. જ્યારે પણ મુંબઈ ઇન્ડિયન્સે ટુર્નામેન્ટ જીતી છે ત્યારે અમારી ટીમમાંથી કોઈએ IPLની ઑરેન્જ કૅપ જીતી નથી.’


