બે દેશોના સંઘર્ષ વચ્ચે વિદેશી ક્રિકેટર્સને IPLમાં રમવા ન જવાની સલાહ આપતાં મિચલ જૉનસન કહે છે...
મિચલ જૉનસન
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મિચલ જૉનસને વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બાકીના સમયગાળા માટે વિદેશી પ્લેયર્સની વાપસીને અવિવેકી નિર્ણય ગણાવ્યો છે અને બે દેશો વચ્ચેની વર્તમાન પરિસ્થિતિમાં સૅલેરી કરતાં સુરક્ષાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે.
૪૩ વર્ષનો જૉનસન કહે છે, ‘આજકાલ ક્રિકેટ પર ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા છે. જોકે એ હજી પણ એક રમત છે અને આ અઠવાડિયે IPL સ્થગિત થયા પછી આના પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. જો મારે ભારત પાછા ફરવું પડે અને ટુર્નામેન્ટ પૂર્ણ કરવી કે નહીં એ નક્કી કરવું પડે તો એ એક સરળ નિર્ણય હશે. હું આનો જવાબ નકારમાં આપવાનું પસંદ કરીશ. જીવન અને સલામતી સૌથી મહત્ત્વની બાબતો છે, સૅલેરી નહીં.’


