તે ૧૯ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં પણ રમી શક્યો નહોતો. સંજુ રિકવરી માટે રાજસ્થાન રૉયલ્સના મેડિકલ સ્ટાફ સાથે ટીમના કૅમ્પ પર રહેશે.
સંજુ સૅમસન
રાજસ્થાન રૉયલ્સ માટે IPL 2025 સીઝનની વચ્ચે ફરી ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેમનો રેગ્યુલર કૅપ્ટન સંજુ સૅમસન સીઝનની શરૂઆતમાં આંગળીની ઇન્જરીને કારણે પહેલી ત્રણ મૅચ રમી શક્યો નહોતો. હવે તે હૅમસ્ટ્રિંગના ખેંચાણના કારણે ફરી મૅચ રમવા માટે અનફિટ થયો છે. તેની ટીમે પુષ્ટિ કરી છે કે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની ૨૪ એપ્રિલની મૅચ માટે તે બૅન્ગલોર નહીં જશે.
૧૬ એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં સંજુ IPLમાં રાજસ્થાનનો પહેલો રિટાયર્ડ હર્ટ થનાર પ્લેયર બન્યો હતો. તે ૧૯ એપ્રિલે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં પણ રમી શક્યો નહોતો. સંજુ રિકવરી માટે રાજસ્થાન રૉયલ્સના મેડિકલ સ્ટાફ સાથે ટીમના કૅમ્પ પર રહેશે. તેમણે આ વિકેટકીપર-બૅટરની વાપસીની તારીખ જણાવી નથી. તેની ગેરહાજરીમાં યંગ બૅટર રિયાન પરાગ ફરી ટીમનું નેતૃત્વ સંભાળશે.


