પંજાબ કિંગ્સનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ આંગળીના ફ્રૅક્ચરને કારણે IPLની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની પાછલી મૅચ દરમ્યાન મૅક્સવેલ ઇન્જર્ડ થયો હતો જે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
ગ્લેન મૅક્સવેલ
પંજાબ કિંગ્સનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલ આંગળીના ફ્રૅક્ચરને કારણે IPLની બાકીની મૅચોમાંથી બહાર થઈ ગયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની પાછલી મૅચ દરમ્યાન મૅક્સવેલ ઇન્જર્ડ થયો હતો જે મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પંજાબની ટીમ હાલમાં તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમના ઉપલબ્ધ પ્લેયર પર જ નજર રાખી રહી છે.
૪.૨ કરોડ રૂપિયાનો આ પ્લેયર વર્તમાન સીઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. સાત મૅચની છ ઇનિંગ્સમાં તે આઠની ઍવરેજથી અને ૯૭.૯૫ના સ્ટ્રાઇક-રેટથી ૪૮ રન જ કરી શક્યો છે. ૮.૪૬ના ઇકૉનૉમી-રેટથી ૧૧૦ રન આપીને તે ચાર વિકેટ લેવાpuમાં સફળ રહ્યો છે.


