૨૭ કરોડ રૂપિયાના IPLના સૌથી મોંઘા પ્લેયર રિષભ પંતને ખરીદવા છતાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. પહેલી ૧૦ મૅચમાં પાંચ જીત અને પાંચ હાર સાથે લખનઉ ૧૦ પૉઇન્ટ ધરાવે છે.
રિષભ પંત અને ઝહીર ખાન
૨૭ કરોડ રૂપિયાના IPLના સૌથી મોંઘા પ્લેયર રિષભ પંતને ખરીદવા છતાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ટૉપ-ફોરમાં સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. પહેલી ૧૦ મૅચમાં પાંચ જીત અને પાંચ હાર સાથે લખનઉ ૧૦ પૉઇન્ટ ધરાવે છે. પ્લેઑફમાં સ્થાન પાકું કરવા તેમના પ્લેયર્સે આગામી ચારેય મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવવી પડશે.
રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે મળેલી હાર બાદ લખનઉના મેન્ટર ઝહીર ખાને કહ્યું, ‘રિષભ પંત એક લીડર છે અને તે તેની ભૂમિકામાં શાનદાર રહ્યો છે, એની હું ખાતરી આપી શકું છું. એક કૅપ્ટન તરીકે તે બધી જરૂરિયાતો પૂરી કરી રહ્યો છે. એક બૅટર તરીકે ટીમનો મિડલ ઑર્ડર રિષભ પર નિર્ભર કરે છે અને મને પૂરો વિશ્વાસ છે કે તે અમે ઇચ્છીએ છીએ એવું (પ્રદર્શન) કરશે. હું તેના પર વધારે પ્રેશર નહીં આપીશ. આપણે જોયું છે કે તે કેવા પ્રકારનો પ્લેયર છે.’
|
રિષભ પંતનું પ્રદર્શન |
|
|
મૅચ |
૧૦ |
|
ઇનિંગ્સ |
૯ |
|
રન |
૧૧૦ |
|
ફિફ્ટી |
૧ |
|
ચોગ્ગા |
૯ |
|
છગ્ગા |
૫ |
|
ઍવરેજ |
૧૨.૨૨ |
|
સ્ટ્રાઇક-રેટ |
૯૮.૨૧ |
ADVERTISEMENT
રિષભ પંત ઍન્ડ કંપની મુંબઈ સામે સીઝનની બન્ને મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ દંડિત થઈ
લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતને મુંબઈ ઇન્ડિયન્સ સામે સતત બીજી મૅચમાં સ્લો ઓવર-રેટ બદલ સજા થઈ છે. ચોથી એપ્રિલ અને ૨૭ એપ્રિલે મુંબઈ સામેની મૅચમાં રિષભ પંત સમયસર ઓવર્સ પૂરી કરી શક્યો નહોતો. સીઝનમાં બીજી વખતના આ ગુના બદલ તેને ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો છે, જ્યારે તેની ટીમના બાકીના સભ્યોને ૬ લાખ રૂપિયા અથવા તેમની મૅચ-ફીના પચીસ ટકાનો દંડ કરવામાં આવ્યો છે.


