Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હારની હૅટ-ટ્રિક રોકવા હૈદરાબાદને પડકાર આપશે દિલ્હી

હારની હૅટ-ટ્રિક રોકવા હૈદરાબાદને પડકાર આપશે દિલ્હી

Published : 05 May, 2025 08:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બન્ને ટીમ આમને-સામને ૩-૩ મૅચ જીતી છે.

ટ્રૅવિસ હેડ અને કે. એલ. રાહુલ

ટ્રૅવિસ હેડ અને કે. એલ. રાહુલ


IPL 2025ની પંચાવનમી મૅચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કૅપિટલ્સ (DC) વચ્ચે રમાશે. અક્ષર પટેલની આગેવાની હેઠળ છેલ્લી બન્ને મૅચ હારનાર દિલ્હી આજે હૈદરાબાદ સામે જીતના માર્ગે પાછા ફરવાનો પ્રયાસ કરશે. હૈદરાબાદની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી મૅચ હારીને પ્લેઑફની રેસમાંથી ઑલમોસ્ટ બહાર થઈ ગઈ છે. ગયા વર્ષની આ રનર-અપ ટીમ પોતાની બાકીની ચારેય મૅચમાં તેની નબળાઈઓ પર કામ કરવા પર ધ્યાન આપશે.

સીઝનની પહેલી ટક્કરમાં દિલ્હીએ આ હરીફ ટીમ સામે સાત વિકેટે જીત નોંધાવી હતી. રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૬ મૅચ રમાઈ છે જેમાં બન્ને ટીમે ૩-૩ જીત નોંધાવી છે. દિલ્હીની ટીમ અહીં હૈદરાબાદ સામે ૨૦૧૯ અને ૨૦૨૩ની છેલ્લી બન્ને ટક્કરમાં જીતી છે. પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે હૈદરાબાદનો ટ્રૅવિસ હેડ અને દિલ્હીનો કે. એલ. રાહુલ. ગૉસિપ કરતાં જોવા મળ્યા હતા.


હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

૨૫

SRHની જીત

૧૩

DCની જીત

૧૨



 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK