બૅન્ગલોરના હેડ કોચ ઍન્ડી ફ્લાવરે મજબૂતાઈ સાથે પુનરાગમનનું આશ્વાસન આપીને કહ્યું કે હવે બાકીની સાતેય મૅચ અમારા માટે સેમી ફાઇનલ સમાન બની રહેશે.
ફાફ ડુપ્લેસી , શ્રીકાંત
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિષ્નમાચારી શ્રીકાંતે એક યુટ્યુબ શોમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ખરાબ પ્રદર્શન વિશે કહ્યું કે ‘બોલર રીસ ટૉપલીની ધુલાઈ થઈ રહી છે. લૉકી ફર્ગ્યુસનને માર મારવામાં આવી રહ્યો હતો. તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સારું પ્રદર્શન કર્યું નથી. હવે જો બૅન્ગલોર ૧૧ બૅટ્સમેન સાથે રમે તો સારું રહેશે. ફાફ ડુ પ્લેસીને બે ઓવર નાખવા માટે કહો. કૅમરન ગ્રીનને ચાર ઓવર આપો. મને લાગે છે કે વિરાટ કોહલીએ જો ચાર ઓવર ફેંકી હોત તો આટલા રન ન આપ્યા હોત. એક સમયે મને વિરાટ કોહલી માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું, જે સ્ટેડિયમમાંથી બૉલને ઊડતો જોઈ રહ્યો હતો. જ્યારે તે બૅટિંગ કરવા આવ્યો ત્યારે ગુસ્સામાં દેખાયો હતો.’
બૅન્ગલોરના હેડ કોચ ઍન્ડી ફ્લાવરે મજબૂતાઈ સાથે પુનરાગમનનું આશ્વાસન આપીને કહ્યું કે હવે બાકીની સાતેય મૅચ અમારા માટે સેમી ફાઇનલ સમાન બની રહેશે. ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન વીરેન્દર સેહવાગે ફ્લૉપ-શોનું અવલોકન કરીને કહ્યું કે બૅન્ગલોરની ટીમમાં સામેલ ઘણા ખેલાડીને અંગ્રેજી આવડતું જ નથી અને તેમનો કોચિંગ સ્ટાફ અંગ્રેજીમાં જ વાતો કરે છે. સમસ્યાનું મૂળ કોચિંગ સ્ટાફમાં છે.