હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેના જંગમાં સિક્સ-ફોરમાં જ બની ગયા ૩૫૨ રન
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
૨૦૨૪ની ૨૭ માર્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર ૩૮,૦૦૦ દર્શકો ઐતિહાસિક મૅચના સાક્ષી બન્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓએ ૫૨૩ રન ફટકારીને ઇતિહાસ રચ્યો હતો, જેમાંથી ૬૯ બાઉન્ડરીથી ૩૫૨ રન બન્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૮ સિક્સર અને ૧૯ ચોગ્ગાની મદદથી ૨૭૭ રનનો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો સર્વોચ્ચ સ્કોર ઊભો કર્યો, જેની સામે મુંબઈ ઇન્ડિયન્સે ૨૦ સિક્સર અને ૧૨ ચોગ્ગાની મદદથી ૨૪૬ રન બનાવી IPLમાં બીજી ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર પોતાને નામે કર્યો. IPLના ઇતિહાસમાં પહેલી વાર એક મૅચમાં ૫૦૦ પ્લસનો સ્કોર જોવા મળ્યો. અંતે હાઈ સ્કોરિંગ મૅચમાં હૈદરાબાદે ૩૧ રનથી જીત મેળવી હતી. સુરતની મૉડલના સુસાઇડ-કેસમાં ફસાયેલા અભિષેક શર્માએ હૈદરાબાદ માટે ૧૬ બૉલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો.
38
આટલી સિક્સર હૈદરાબાદ-મુંબઈની મૅચમાં જોવા મળી, જે કોઈ પણ T20 મૅચમાં સૌથી વધારે છે.
ADVERTISEMENT
31
આટલા ચોગ્ગા હૈદરાબાદ-મુંબઈની મૅચમાં જોવા મળ્યા.
69
કુલ આટલી બાઉન્ડરી આ મૅચમાં ફટકારવામાં આવી. ૨૦૧૦ની ચેન્નઈ વિરુદ્ધ રાજસ્થાનની મૅચમાં આટલી જ બાઉન્ડરી જોવા મળી હતી.
T20 ક્રિકેટનો હાઇએસ્ટ સ્કોર |
|
મૅચ |
સ્કોર |
નેપાલ વિરુદ્ધ મૉન્ગોલિયા (૨૦૨૩) |
૩૧૪/૩ |
અફઘાનિસ્તાન વિરુદ્ધ આયરલૅન્ડ (૨૦૧૯) |
૨૭૮/૩ |
ચેક રિપબ્લિક વિરુદ્ધ ટર્કી (૨૦૧૯) |
૨૭૮/૪ |
હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ (૨૦૨૪) |
૨૭૭/૩ |

