ધોનીના ફૅનના એક ઇન્ટરવ્યુનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૫૯મી મૅચ દરમ્યાન અમદાવાદમાં સુરક્ષા કૉર્ડન તોડીને ભાવનગરનો એક યુવક મહેન્દ્ર સિંહ ધોનીને પગે લાગીને ભેટી પડ્યો હતો. ધોનીના ફૅનના એક ઇન્ટરવ્યુનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વાઇરલ વિડિયોમાં ધોનીના ફૅને કહ્યું હતું કે ૨૧ સેકન્ડની ધોનીની સાથેની વાતચીતમાં તેણે પોતાની શ્વાસ લેવામાં તકલીફ હોવાની સમસ્યા વિશે જણાવ્યું હતું. નાકની સર્જરી પહેલાં હું ધોનીને મળવા માગતો હતો. ધોનીએ પોતાના ફૅનને વચન આપતાં કહ્યું હતું કે તું ડરીશ નહીં, હું તને કઈ નહીં થવા દઈશ. નાકની સર્જરીનું હું જોઈ લઈશ. ફૅનની ધોની પ્રત્યેની દીવાનગી વિશે આખી દુનિયા જાણે છે, પણ ધોનીના પોતાના ફૅન પ્રત્યેના આ પ્રેમને જાણીને સૌએ ધોનીની પ્રશંસા કરી હતી.


