Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ‘કરો યા મરો’ મુકાબલામાં શુભમન ગિલ ઍન્ડ કંપનીનો સામનો કલકત્તા સામે

આજે ‘કરો યા મરો’ મુકાબલામાં શુભમન ગિલ ઍન્ડ કંપનીનો સામનો કલકત્તા સામે

13 May, 2024 07:06 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅન્સરપીડિતોના સમર્થનમાં છેલ્લી હોમમૅચમાં લૅવન્ડર રંગની જર્સી પહેરશે ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સની ટીમ

IPL 2024

ગુજરાત ટાઇટન્સની ટીમ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૩મી મૅચ આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પ્લેઑફની આશા જીવંત રાખવા માટે કૅપ્ટન શુભમન ગિલની ટીમે આજે કલકત્તા સામે અને ૧૬ મેએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની અંતિમ મૅચ જીતવી પડશે. આજે અંતિમ હોમમૅચમાં ગુજરાતની ટીમ કૅન્સર પીડિતોના સમર્થનમાં લૅવન્ડર રંગની જર્સીમાં જોવા મળશે. 


હારની હૅટ-ટ્રિક બાદ છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતીને આવનાર ગુજરાતની ટીમ (૧૦ પૉઇન્ટ્સ) માટે આજનો મુકાબલો ‘કરો યા મરો’નો રહેશે. ૧૭મી સીઝનમાં પ્રથમ ક્વૉલિફાય થનાર કલકત્તાની ટીમ આજે ગુજરાત બાદ ૧૯ મેએ રાજસ્થાન રૉયલ્સ સામે ટકરાશે. આ બન્ને મૅચ કૅપ્ટન શ્રેયસ ઐયરની ટીમ માટે ક્વૉલિફાયર મૅચ પહેલાં પ્રૅક્ટિસ-મૅચ બની રહેશે. ગુજરાતનો નેટ રન-રેટ સારો નથી અને આવી સ્થિતિમાં જો ટીમ અંતિમ ચારમાં સ્થાન મેળવશે તો એ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય. છેલ્લી મૅચમાં સેન્ચુરી ફટકારનાર શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોડી પ્લેઑફના સમીકરણમાં જળવાઈ રહેવામાં કોઈ કસર નહીં છોડે.



મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ગુજરાતના બોલરો આ સીઝનમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં સતત બે વર્ષથી પ્લેઑફ માટે ક્વૉલિફાય થનારી આ ટીમને વર્તમાન સીઝનમાં પ્લેઑફની નજીક પહોંચવાનાં પણ ફાંફાં પડી રહ્યાં છે. 


સતત બે વર્ષથી લખનઉ સુપર જાયન્ટ્સને પ્લેઑફમાં પહોંચાડનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે આ વર્ષે પોતાની જૂની ટીમ કલકત્તાને મેન્ટર તરીકે પ્લેઑફમાં પહોંચાડવામાં સફળતા મેળવી છે. બ્લૅક જર્સીમાં મેદાન પર ઊતરી વિરોધી ટીમ સામે પોતાના પ્રદર્શનથી કાળો કેર વર્તાવતી આ ટીમની નજર આજે સતત પાંચમી જીત પર હશે. બન્ને ટીમ વચ્ચે આ સીઝનની પ્રથમ અને એકમાત્ર ટક્કર છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK