Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: રાજસ્થાનનો જીતનો પંચ, પંજાબના હાથમાંથી ફરી વિજય છટકી ગયો

IPL 2024: રાજસ્થાનનો જીતનો પંચ, પંજાબના હાથમાંથી ફરી વિજય છટકી ગયો

14 April, 2024 09:53 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હૈદરાબાદ સામે બે રનથી હાર બાદ પંજાબ સતત બીજી મૅચમાં સેકન્ડ લાસ્ટ: બૉલે ત્રણ વિકેટથી હારઃ માત્ર ૧૦ બૉલ રમીને હૅટમાયર બન્યો મૅચનો હીરો

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

IPL 2024

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ


આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે મુલ્લાનપુરમાં યજમાન પંજાબ કિંગ્સનો રાજસ્થાન રૉયલ્સ સામે એક બૉલ બાકી હતો ત્યારે ૩ વિકેટથી પરાજય થયો હતો. પંજાબે આવેલો ૧૪૮ રનનો ટાર્ગેટ રાજસ્થાને ૧૯.૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૦ રનની જરૂરત હતી. અર્શદીપ સિંહની એ ઓવરના પ્રથમ બન્ને બૉલમાં કોઈ રન બનતા રાજસ્થાન ફરી કિનારે આવીને ડુબસે એવું લાગતું હતું. પણ શિમરૉન હૅટમાયર ત્રીજા અને પાંચમાં બૉલમાં સિક્સર ફટકારીને રાજસ્થાનની (IPL 2024) ગાડીને ફરી જીતના રાહ પર મુકી દીધી હતી.


આશુંતોષ આપ્યો આસરો



કૅપ્ટન શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબનો ટૉપ ઓર્ડર અર્થવ તાયડે (૧૨ બૉલમાં ૧૫ રન), જૉની બૅરસ્ટૉ (૧૯ બૉલમાં ૧૫ રન), પ્રભસિમરન સિંહ (૧૪ બૉલમાં ૧૦ રન) અને કૅપ્ટન સૅમ કરેન (૧૦ બૉલમાં ૬ રન) વધુ પ્રતિકાર વગર આઉટ થઈ જતાં ૭૦ રનમાં પાંચ વિકેટ (IPL 2024) ગુમાવી દીધી હતી. પણ વાઇસ કૅપ્ટન જિતેશ શર્મા (૨૪ બૉલમાં ૨૯ રન) અને લિયામ લિવિંગસ્ટૉનના (૧૪ બૉલમાં ૨૧ રન) પ્રતિકાર બાદ યુવા આશુતોષ શર્મા ફરી એકવાર ૧૬ બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોર સાથે ૩૧ રનની ઉપયોગી ઇનિંગ્સ રમતા પંજાબ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૭ રનનો સન્માનજનક સ્કોર બનાવી શક્યા હતાં. રાજસ્થાન વતી કેશવ મહારાજ અને આવેશ ખાને બે-બે વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ એક વિકેટ લઈને કુલ ૧૧ વિકેટ સાથે ફરી પર્પલ કૅપ પહેરી લીધી હતી.


૧૦ જ બૉલ રમીને હૅટમાયર હીરો

ટીમ ઇન ફોર્મ રાજસ્થાને ૧૪૮ રનનો ટાર્ગેટ આસાનીથી હાસિંલ કરી લેશે એવું લાગી રહ્યું હતું. યશસ્વી જયસ્વાલે પણ આખરે ફોર્મ બતાવવા ૨૮ બૉલમાં ૩૯ રનની ઇનિંગ્સ રમતા રાજસ્થાનને રાહત થઈ હતી. મુંબઈકર તનુષ કૉટિયન રાજસ્થાને પહેલીવાર મેદાનમાં ઉતાયો અને એ પણ એક નવા રૉલમાં, ઓપનિંગમાં. જોકે એ ૩૧ બૉલમાં ૨૪ રન જ બનાવી શક્યો હતો. ઓપનરો બાદ કૅપ્ટન સંજુ સૅમસન ૧૮ અને રિયાન પરાગ ૨૩ રનની ઇનિંગ્સ સાથે જીત તરફ આસાનીથી આગળ વધી રહ્યું હતું અને ૩૦ ઓવરમાં ૫૦ રનની જરૂરત હતી અને સાત વિકેટ બાકી હતી. પણ ત્યાર બાદ છેલ્લી પાંચ ઓવરમાં પંજાબના બોલરો કમૅબૅક કરીને ઉપરાઉપરી વિકેટો લઈને મૅચમાં ટર્ન લાવી દીધો હતો અને રાજસ્થાન કૅમ્પમાં થોડો સમય માટે સોપો પડી ગયો હતો. ૧૬મી ઓવરમાં ૬ રન, ૧૭મી ઓવરમાં ૯ રન અને એક વિકેટ ૧૮મી ઓવરમાં ૧૪ રન અને એક વિકેટ તથા ૧૯મી ઓવરમાં ૧૦ રન અને બે વિકેટ બાદ છેલ્લી પંજાબને ૧૦ બનાવવાના હતાં અને ત્રણ વિકેટ બાકી હતાં. શિમરૉન હૅટમાયર મેદાન મોજુબ હોવાથી રાજસ્થાનને જીતની આશા જીવંત હતી અને તેણે ટીમના એ વિશ્વાસને સાર્થક કરતા બે સિક્સર ફટકારીને જીતની જીત અપાવી હતી. હૅટમાયર ૧૦ બૉલ રમીને  અણનમ ૨૭ રન ફટકારીને મૅચનો હીરો બની ગયો હતો.


સૅમ કરેન કૅપ્ટન, ફૅન્સ કેમ નારાજ?

આઇપીએલની સીઝનની શરૂઆતમાં મેનેજમેન્ટે ટીમને કૅપ્ટન તરીકે શિખર ધવનને જાળવી રાખવાની અને જિતેશ શર્માને વાઇસ કૅપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. પણ ગઈ કાલે ધવન ઇન્જર્ડ હોવાથી તેની જગ્યાએ વાઇસ કૅપ્ટન જિતેશને જવાબદારી સોપાવી જોઈતી હતી પણ ટૉસ માટે સૅમ કરૅનને જોઈને ચાહકો નારાજ થયા હતાં. ચાહકોએ સોશ્યલ મિડિયામાં નારાજી વ્યક્ત કરતા પોસ્ટ કયુર઼્ં હતું કે શું જિતેશ શર્માને ફક્ત નામ પૂરતો જ વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે?

હવે ટક્કર કોની સામે?

રાજસ્થાન હવે મંગળવારે ઇડન ગાર્ડન્સમાં કલકત્તા સામે અને પંજાબ  ગુરુવારે મુલ્લાનપુરમાં જ મુંબઈ સામે ટકારાશે.

આઇપીએલ ૨૦૨૪નું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

રનરેટ

રાજસ્થાન

૧૦

૦.૭૬૭

કલકત્તા

૧.૫૨૮

ચેન્નઈ

૦.૬૬૬

લખનઉ

૦.૪૩૬

હૈદરાબાદ

૦.૩૪૪

ગુજરાત

-૦.૬૩૭

મુંબઈ

-૦.૦૭૩

પંજાબ

૦.૯૭૫

દિલ્હી

-૦.૯૭૫

બૅન્ગલોર

-૧.૧૨૪

નંબર ગૅમ

71 - આઇપીએલમાં સૅમ કરને ૫૦ વિકેટનો આંકડો પાર કરી લીધો હતો. આવી કમાલ કરનાર એ ટુર્નામેન્ટનો ૭૧મો ખેલાડી બની ગયો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK