Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મયંકની સ્પિડ સામે બૅન્ગલોર ચિત: બોલરે ચાર ઓવરમાં ૩ વિકેટ લઈને બતાવ્યો પાવર

મયંકની સ્પિડ સામે બૅન્ગલોર ચિત: બોલરે ચાર ઓવરમાં ૩ વિકેટ લઈને બતાવ્યો પાવર

03 April, 2024 02:43 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

યુવા પેસર બોલરે ચાર ઓવરમાં માત્ર ૧૪ રનમાં ૩ વિકેટ સાથે ફરી તેનો પાવર બતાવ્યોઃ રૉયલ સેનાનો ૨૮ રનથી પરાજયઃ આ સીઝનમાં ઑલઆઉટ થનાર પ્રથમ ટીમ બની બૅન્ગલોર

તસવીર સૌજન્ય: આઈપીએલ ડૉટ કૉમ

તસવીર સૌજન્ય: આઈપીએલ ડૉટ કૉમ


આઇપીએલની આ સીઝન (IPL 2024)માં યજમાનો ઘરઆંગણે કમાલ કરી રહ્યાં છે પણ બૅન્ગલોરને ફરી બૅન્ગલોરમાં પરાજય જોવો પડ્યો હતો. આઇપીએલની ૧૭મી સીઝનની મંગળવારે રાત્રે રમાયેલી ૧૫મી મૅચમાં બૅન્ગલોરનો લખનઉ સામે ૨૮ રનથી પરાજય થયો હતો. લખનઉએ આપેલા ૧૮૨ રનના ટાર્ગેટ સામે બૅન્ગલોર ૧૯.૪ ઓવરમા ૧૫૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.


મયંક @ ૧૫૬.૭ 



પંજાબ બાદ બૅન્ગલોર (IPL 2024) સામે યુવા પેસર બોલર મયંક યાદવે (Mayank Yadav) તેની સ્પિડનો પરચો બતાવીને ટીમની જીતમાં મોટું યોગદાન આપીને સતત બીજા મૅચમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. પંજાબ સામે મયંક ૧૫૫.૮ કિલોમીટરની ઝડપે બૉલ ફેકીને બધાને ચોકાદી દીધા હતા પણ મંગળવારે તેના સુધારા સાથે ૧૫૬.૭ કિલોમીટરની ઝડપ સાથે ચાર ઓવરમાં માત્ર ૧૪ રન આપીને ગ્લૅન મૅક્સવેલ, કેમરૂપ ગ્રીન અને રજત પાટીદારને આઉટ કરીને બૅન્ગલોરની કમર તોડી નાખી હતી. દિલ્હીમાં જન્મેલા ૨૧ વર્ષના મયંક યાદવને ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સના માત્ર ૨૦ લાખના ખરીદ્યો હતો.


બૅન્ગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૨૦૦ પ્લસનો ટાર્ગેટ (IPL 2024) આસાનીથી ચેઝ થતો હોય છે ત્યા ફૅફ ડુ પ્લેસીસની ટીમ ૧૮૨ રનના ટાર્ગેટ ૧૯.૪ ઓવરમાં ૧૫૩ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. આ સીઝનમાં ઑલઆઉટ થનાર બૅન્ગલોર પ્રથમ ટીમ બની ગઈ હતી. બૅન્ગલોર વતી સૌથી વધુ રન ઇમ્પેક્ટ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરનાર મહિપાલ લોમરોરના ૩૩ રન હતાં. રજત પાટીદારે ૨૯ અને મૅન ઇન ફોર્મ વિરાટ કોહલી ૧૬ બૉલમાં ૨૨ રન જ બનાવી શક્યો હતો. ગ્લૅન મૅક્સવેલ ફરી ફ્લૉપ ગયો હતો અને ખાતુ પણ નહોતો ખોલાવી શક્યો.

વિરાટે ૨૨ રનની ઇનિંગ્સ અને કુલ ૨૦૩ રન સાથે ફરી પર્પલ કૅપ મેળવી પહેરી લીધી હતી.


ડીકૉક ઑન ટૉપ

આ પહેલા બૅન્ગલોરે ટૉસ જીતીને લખનઉને પહેલા બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનર ક્વિન્ટન ડીકૉક (૫૬ બૉલમાં, પાંચ સિક્સર અને ૮ ફોર સાથે ૮૧ રન) અને નિકોલસ પૂરન (૨૧ બૉલમાં પાંચ સિક્સર અને એક ફોર સાથે અણનમ ૪૦ રન)ની તોફાની ઇનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતાં. કૅપ્ટન કે. એલ. રાહુલે ૨૦ અને માર્કસ સ્ટાઇનસે ૨૪ રનનું ઉપયોગી યોગદાન પણ આપ્યું હતું. ડીકૉકે આ ઇનિંગ્સ સાથે આઇપીએલમાં ૩૦૦૦ રનનો માઇલસ્ટૉન પાર કરી લીધો હતો.

લખનઉ ટૉપ ફોરમાં

સતત બીજી જીત સાથે લખનઉએ ટૉપ ફોરમાં એન્ટ્રી મારી દીધી છે. ત્રણ મૅચમાં બે જીત સાથે કુલ ચાર પૉઇન્ટ અને ૦.૪૮૩ની રનરેટ સાથે લખનઉ ચોથા ક્રમાંકે છે. જ્યારે ચાર મૅચમાં એક જ જીત અને સતત બીજી હાર સાથે બૅન્ગલોર હવે મુંબઈ કરતા એક ક્રમાંક ઉપર એટલે કે નવમાં ક્રમાંક છે.

IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી બૉલ ફેંકનાર બોલર

બોલર ઝડપ
શૉન ટેઇટ ૧૫૭.૭૧ કિલોમીટર
લૉકી ફર્ગ્યુસન ૧૫૭.૩ કિલોમીટર
ઉમરાન મલિક ૧૫૭ કિલોમીટર
મયંક યાદવ ૧૫૬.૭ કિલોમીટર
ઍન્રિક નૉર્ખિયા ૧૫૬.૨ કિલોમીટર

 

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK