Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: મેચ જોવામાં નહીં પણ ‘FRIENDS’ જોવામાં વ્યસ્ત હતી આ ફેન, સ્ટેડિયમમાં લોકોએ આપ્યું આવું રિએક્શન

IPL 2024: મેચ જોવામાં નહીં પણ ‘FRIENDS’ જોવામાં વ્યસ્ત હતી આ ફેન, સ્ટેડિયમમાં લોકોએ આપ્યું આવું રિએક્શન

04 April, 2024 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024: LSG vs RCB, Match 15 – સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છોકરીની તસવીરો

પ્રતીકાત્મક તસવીર

IPL 2024

પ્રતીકાત્મક તસવીર


બહુ-અપેક્ષિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની ૧૭મી સિઝન એટલે કે આઇપીએલ ૨૦૨૪ (IPL 2024) ગત ૨૨ માર્ચે શરૂ થઈ હતી અને દેશભરના ક્રિકેટ ચાહકો તેમની ટેલિવિઝન સ્ક્રીનો પર ચોંટેલા છે. ઘણા લોકો રોમાંચ માટે અને તેમના મનપસંદ ક્રિકેટરને જોવાની આશામાં સ્ટેડિયમની ટિકિટ પણ બુક કરાવે છે. આ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની મેચ લાઈવ જોવાની તક ધરાવતી એક મહિલા સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ છે. પણ શા માટે? તેનું કારણ છે, મહિલા સ્ટેડિયમમાં મેચ જોવાને બદલે ફોન પર અમેરિકન સિટકોમ ‘ફ્રેન્ડ્સ’ (FRIENDS)નો એપિસોડ જોઈ રહી હતી. મેચ ચાલુ હોય ત્યારે સ્ટેડિયમમાં મેચને બદલે ‘ફ્રેન્ડ્સ’ જોઈ રહેલી આ મહિલાનો વીડિયો ખુબ વાયરલ થયો છે.

આઇપીએલની મેચ દરમ્યાન સ્ટેડિયમમાં બેસીને પોતાના ફોન પર અમેરિકન સિટકોમ `ફ્રેન્ડ્સ` જોઈ રહેલી મહિલાની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ એ જાણવા માટે ઉત્સુક હતા કે શા માટે તેણીએ લાઈવ મેચને બદલે શો જોવાનું પસંદ કર્યું.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચેની આઈપીએલ મેચ (LSG vs RCB, Match 15) દરમિયાન મહિલા ભીડવાળા સ્ટેડિયમમાં બેઠી છે અને તેના ફોન પર અમેરિકન સિટકોમનો `ફ્રેન્ડ્સ`નો એપિસોડ જોઈ રહી છે.


સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના યુઝર દીપક કુમારે કેપ્શનમાં લખ્યું, ‘વિશ્વાસ નથી આવતો કે આ છોકરી IPL મેચ દરમિયાન `ફ્રેન્ડ્સ` શા માટે જોઈ રહી છે.’

અહીં જુઓ વાયરલ પોસ્ટઃ


શેર કરવામાં આવી ત્યારથી આ પોસ્ટને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર બે લાખથી વધુ વ્યૂઝ અને ચાર હજાર લાઇક્સ મળી ગઈ છે. જેના પર યુર્ઝસ જાત-ભાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે.

એક યુઝરે લખ્યું છે કે, મેચ કંટાળાજનક હોવી જોઈએ.

બીજાએ ઉમેર્યું, ‘અવિશ્વસનીય નથી. તે ચિન્નાસ્વામી છે. `ફ્રેન્ડ્સ` જોવું એ ઘણા લોકો માટે ઉપચારાત્મક હોઈ શકે છે. છોકરીને દોષ ન આપીએ!’

ત્રીજાએ ઉમેર્યું, ‘FOMO ને કારણે મજબૂર કરવામાં આવે છે, તેથી તેને જે ગમે છે તે શ્રેષ્ઠ કરવું.’

‘સાચું કહું તો ફ્રેન્ડ્સ અને આઈપીએલ બંને ઓવરરેટેડ છે. ઉપ્સીI!’ એક વ્યક્તિએ એવી પણ ટિપ્પણી કરી છે.

‘તેના હાલના મિત્રોએ તેને RCBની ગેમ જોવા માટે દબાણ કર્યા પછી તેણી નવા મિત્રો શોધવાનો પ્રયાસ કરી રહી છે,’ એક વ્યક્તિએ એવી કમેન્ટ કરી છે.

બીજાએ લખ્યું છે કે, ‘હું તેણીને દોષ નથી આપતો. આ વર્ષે આઈપીએલ બિલકુલ રસપ્રદ નથી, ખરેખર કોઈને તેમાં રસ નથી. ઓછામાં ઓછું મારા વર્તુળમાં નથી.’

નોંધનીય છે કે, આઇપીએલની ૧૭મી સીઝનની મંગળવારે રાત્રે રમાયેલી ૧૫મી મૅચમાં બૅન્ગલોરનો લખનઉ સામે ૨૮ રનથી પરાજય થયો હતો. લખનઉએ આપેલા ૧૮૨ રનના ટાર્ગેટ સામે બૅન્ગલોર ૧૯.૪ ઓવરમા ૧૫૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK