Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લખનઉ સામે પહેલી મૅચ જીતશે કલકત્તા? હોમગ્રાઉન્ડ પર જીતની હૅટ-ટ્રિક કરશે મુંબઈ?

લખનઉ સામે પહેલી મૅચ જીતશે કલકત્તા? હોમગ્રાઉન્ડ પર જીતની હૅટ-ટ્રિક કરશે મુંબઈ?

14 April, 2024 03:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વારની ચૅમ્પિયન કલકત્તાની ટીમ ઈડન ગાર્ડન્સમાં સીઝનની બીજી જ મૅચ રમશે ત્યારે એનો ટાર્ગેટ લખનઉ સામે ઇતિહાસની પ્રથમ જીત મેળવવાનો હશે.

ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં કલકત્તાનો કૅપ્ટન શ્રેયસ ઐયર.

ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં કલકત્તાનો કૅપ્ટન શ્રેયસ ઐયર.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનનું પાંચમું ડબલ હેડર આજે રમાશે. ઈડન ગાર્ડન્સમાં બપોરે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટકરાશે, જ્યારે સાંજની મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. કલકત્તા, લખનઉ અને ચેન્નઈ પૉઇન્ટ્સ-ટેબલમાં ૬ પૉઇન્ટ્સ સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે. મુંબઈ ૪ પૉઇન્ટ્સ સાથે સાતમા ક્રમે છે. રાજસ્થાન રૉયલ્સ માત્ર એક હાર સાથે ૮ પૉઇન્ટ્સ મેળવી ટેબલ-ટૉપર છે.

બે વારની ચૅમ્પિયન કલકત્તાની ટીમ ઈડન ગાર્ડન્સમાં સીઝનની બીજી જ મૅચ રમશે ત્યારે એનો ટાર્ગેટ લખનઉ સામે ઇતિહાસની પ્રથમ જીત મેળવવાનો હશે. બન્ને ટીમ જીતની હૅટ-ટ્રિક માર્યા બાદ અંતિમ મૅચ હારીને આવી છે. આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ પર વધારે નિર્ભર રહેવું કલકત્તા માટે ભારે પડી શકે છે. ચાર મૅચમાં ૧૫૪ રન આપી માત્ર બે વિકેટ લેનાર IPLના ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી મિચલ સ્ટાર્ક પર આજે સૌની નજર રહેશે. કૅપ્ટન શ્રેયસ અૈયર અને વેન્કટેશ અૈયર સહિતના ખેલાડીઓએ વધારે સારું પ્રદર્શન કરવું પડશે. મયંક યાદવની ગેરહાજરીમાં રવિ બિશ્નોઈ અને કૃણાલ પંડ્યા ફરી લખનઉના બોલિંગ-યુનિટની કમાન સંભાળતા જોવા મળશે. કે. એલ. રાહુલ, ક્વિન્ટન ડી કૉક, માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરન પાસે આજે મોટી ઇનિંગ્સની આશા રહેશે.



ચેન્નઈ સુધારી શકશે  હેડ-ટુ-હેડ રેકૉર્ડ?
કુલ
મૅચ -      ૩૬


મુંબઈની જીત -    ૨૦

ચેન્નઈની જીત -     ૧૬


કલકત્તા પર ફરી ભારે પડશે લખનઉ?
કુલ મૅચ - ૦૩
કલકત્તાની જીત - ૦૦
લખનઉની જીત - ૦૩ 

વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ અને ચેન્નઈની આ સીઝનની એકમાત્ર ટક્કરમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર હશે. ૪૨  વર્ષના એમ.એસ. ધોનીની વાનખેડેમાં આ લગભગ છેલ્લી મૅચ હશે. નવેમ્બર ૨૦૦૫ પછી તે અહીં પ્રથમ વખત કોઈ પણ ટીમ સાથે માત્ર એક ખેલાડી તરીકે રમશે. મુંબઈની નજર હોમગ્રાઉન્ડ પર જીતની હૅટ-ટ્રિક કરવા પર અને ચેન્નઈની નજર મુંબઈ સામે સતત પાંચ વાર જીતીને સારા રનરેટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર વન બનવા પર રહેશે. રોહિત શર્મા, એમ.એસ. ધોની સહિત બૉલીવુડ સ્ટાર્સની હાજરીમાં મુંબઈની આ સાંજ યાદગાર બની રહેશે.

ટીમ

રન-રેટ

કલકત્તા

૧૦.૪૫

મુંબઈ

૧૦.૧૧

હૈદરાબાદ

૧૦.૦૯

રાજસ્થાન

૯.૪૦

દિલ્હી

૯.૩૩

પંજાબ

૯.૧૮

લખનઉ

૮.૯૫

બૅન્ગલોર

૮.૯૪

ચેન્નઈ

૯.૯૧

ગુજરાત

૮ .૫૩

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2024 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK