Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ૧૯મી-૨૦મી ઓવરોમાં ૧૦૦ સિક્સર ફટકારનારો પહેલો બૅટ્સમૅન બન્યો ધોની

IPLમાં ૧૯મી-૨૦મી ઓવરોમાં ૧૦૦ સિક્સર ફટકારનારો પહેલો બૅટ્સમૅન બન્યો ધોની

02 April, 2024 07:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20માં ૩૦૦ શિકાર કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર અને IPLમાં ૫૦૦૦ રન પૂરા કરનારો પ્રથમ વિકેટકીપર-બૅટ્સમૅન પણ

મૅચ બાદ ધોનીના પગમાં આઇસ-બૅગ જોવા મળી હતી. તેણે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યો હતો.

IPL 2024

મૅચ બાદ ધોનીના પગમાં આઇસ-બૅગ જોવા મળી હતી. તેણે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ફોટો પણ પડાવ્યો હતો.


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનની ૧૩મી મૅચ વિશાખાપટ્ટનમમાં દિલ્હી કૅપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ડેવિડ વૉર્નર (૫૨ રન) અને રિષભ પંત (૫૧ રન)ની ફિફ્ટીની મદદથી દિલ્હીએ ૧૯૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીના બોલર્સની આક્રમક બોલિંગ અને ફીલ્ડર્સની શાનદાર ફીલ્ડિંગને કારણે ચેન્નઈ ૨૦  ઓવરમાં ૬ વિકેટે ૧૭૧ રન બનાવી શક્યું હતું. કૅપ્ટન ઋતુરાજની કૅપ્ટન્સીમાં ચેન્નઈએ સીઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે સતત બે મૅચ હારેલા દિલ્હીએ ૨૦ રનથી જીત મેળવી સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી. 
મહેન્દ્ર સિંહ ધોનીએ રવીન્દ્ર જાડેજાની ઓવરમાં દિલ્હીના ઓપનર પૃથ્વી શૉનો કૅચ પકડીને T20માં વિકેટકીપર તરીકે ૩૦૦ વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો એકમાત્ર વિકેટકીપર બન્યો છે. 


ડેવિડ વૉર્નર IPLમાં ૬૨ અને T20માં ૧૧૦ ફિફ્ટી સાથે સૌથી વધારે ફિફ્ટી ફટકારનાર બૅટ્સમૅન બન્યો છે. તેણે ક્રિસ ગેઇલની ૧૧૦  ફિફ્ટીના રેકૉર્ડની બરાબરી કરી હતી. વધુ એક ફિફ્ટી ફટકારીને તે યુનિવર્સલ બૉસને પાછળ છોડી શકે છે. કૅપ્ટન રિષભ પંતે કમબૅક પછીની ત્રીજી જ મૅચમાં ફિફ્ટી ફટકારી હતી. થર્ડમૅન પર એક હાથે પકડેલા ફ્લાઇંગ કૅચ અને ૩ શાનદાર વિકેટને કારણે મથીશા પથીરાણા છવાઈ ગયો હતો. ૨૦૨૩ની IPL ફાઇનલ પછી આ સીઝનમાં પહેલી વાર બૅટિંગ કરવા ઊતરેલા ધોનીએ પ્રથમ બૉલમાં જ ચોગ્ગો ફટકારીને આખા દેશને ઝૂમવા મજબૂર કર્યા હતા. ધોનીએ ૩૭ અને રવીન્દ્ર જાડેજાએ ૨૧ રન કર્યા છતાં ચેન્નઈની નૈયાને પાર નહોતા લગાડી શક્યા. ૩ સિક્સર ફટકારીને ધોની IPLની અંતિમ ઓવર્સમાં ૧૦૦ સિક્સર પૂરી કરનાર પ્રથમ બૅટ્સમૅન બન્યો હતો. ધોની IPLમાં ૫૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો છે. T20 ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કરનાર તે પ્રથમ એશિયન વિકેટકીપર બન્યો છે. ઓવરઑલ લિસ્ટમાં તે ક્વિન્ટન ડિકૉક અને જોસ બટલર બાદ ત્રીજા સ્થાને છે. ૧ મેઇડન ઓવર અને ૨૧ રન આપીને બે વિકેટ લેનાર ખલીલ અહમદ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. સ્લો ઓવર રેટ બદલ કૅપ્ટન રિષભ પંતને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.



લાસ્ટ ઓવર્સમાં કોણ છે સિક્સર કિંગ? 
એમ.એસ. ધોની ૧૦૦ 
કાઇરન પોલાર્ડ    ૫૭ 
એ.બી. ડિવિલિયર્સ ૫૫ 
હાર્દિક પંડ્યા    ૫૫ 

વિકેટકીપર તરીકે સૌથી વધારે શિકાર કોણે કર્યા?
વિકેટકીપર        વિકેટ
એમ.એસ. ધોની    ૩૦૦ 
કામરાન અકમલ    ૨૭૪ 
દિનેશ કાર્તિક       ૨૭૪ 
ક્વિન્ટન ડિકૉક    ૨૭૦ 
જોસ બટલર        ૨૦૯ 

T20 ક્રિકેટમાં સર્વાધિક ૫૦ પ્લસનો સ્કોર 
બૅટર           ૫૦  પ્લસ સ્કોર 
ડેવિડ વૉર્નર   ૧૧૦ 
ક્રિસ ગેઇલ      ૧૧૦ 
વિરાટ કોહલી  ૧૦૧ 
બાબર આઝમ  ૯૮ 
જોસ બટલર     ૮૬ 


5000
આટલા રન પૂરા કરનાર IPLનો પ્રથમ વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો ધોની 
300
આટલા T20 શિકાર કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો ધોની 
7000
આટલા રન T20માં પૂરા કરનાર પ્રથમ એશિયન વિકેટકીપર બન્યો ધોની 
100
આટલી સિક્સર મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની ૧૯મી-૨૦મી ઓવરમાં ફટકારી


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK