ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2023: અમે વધુ સ્ટ્રૉન્ગ થઈને કમબૅક કરીશું : કોહલી

IPL 2023: અમે વધુ સ્ટ્રૉન્ગ થઈને કમબૅક કરીશું : કોહલી

24 May, 2023 11:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુભમન ગિલની બાવન બૉલની ધમાકેદાર સેન્ચુરી (અણનમ ૧૦૪)ને કારણે આઇપીએલની ૧૬મી સીઝનની બહાર થઈ જવું પડ્યું

રવિવારની મૅચમાં કોહલીને વિક્રમજનક સાતમી સેન્ચુરી બદલ અભિનંદન આપતી પત્ની અનુષ્કા. કોહલીએ ૧૪ મૅચમાં ૬૩૯ રન બનાવ્યા. IPL 2023

રવિવારની મૅચમાં કોહલીને વિક્રમજનક સાતમી સેન્ચુરી બદલ અભિનંદન આપતી પત્ની અનુષ્કા. કોહલીએ ૧૪ મૅચમાં ૬૩૯ રન બનાવ્યા.

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)એ રવિવારે ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલની બાવન બૉલની ધમાકેદાર સેન્ચુરી (અણનમ ૧૦૪)ને કારણે આઇપીએલની ૧૬મી સીઝનની બહાર થઈ જવું પડ્યું. એને લીધે નિરાશ એના ચાહકોને હૈયાધારણ આપતાં આરસીબીના મુખ્ય બૅટર વિરાટ કોહલીએ ટ્વિટર પર ગઈ કાલે જણાવ્યું કે ‘આ સીઝન આપણા માટે ખૂબ રોમાંચક રહી, પરંતુ કમનસીબે આપણે લક્ષ્ય ન મેળવી શક્યા. આપણે બધા નિરાશ છીએ, પરંતુ આપણે આપણું માથું ગર્વથી ઊંચું રાખવું જોઈએ. હર પળે ટીમના પડખે રહેવા બદલ હું ટીમના તમામ વફાદારોનો અને ટેકેદારોનો આભાર માનું છું. તમામ કોચનો, મૅનેજમેન્ટનો, સાથી-ખેલાડીઓને બિગ થૅન્ક યુ. અમે વધુ સ્ટ્રૉન્ગ થઈને કમબૅક કરીશું અને એ અમારું એકમાત્ર ધ્યેય છે.’

ડુ પ્લેસીની ચારેય ટીમને ગુડ લક

૧૪ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબર પર રહેલી આરસીબી ટીમના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ ટ્વિટર પર લખ્યું, ‘આરસીબીને સપોર્ટ કરનારાઓનો ખૂબ-ખૂબ આભાર. પ્લે-ઑફની ચારેય ટીમને ગુડ લક. હવે થોડું ઘરે રહેવાનો સમય આવી ગયો છે.’


24 May, 2023 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK