પ્લેયર્સ રિટેન્શનનું લિસ્ટ આપવાની ૧૫ નવેમ્બર છેલ્લી તારીખ, ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં મિની ઑક્શન
તસવીર સૌજન્ય મિડ-ડે
આવતા વર્ષે એપ્રિલ-મેની મેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલાં પહેલી વાર વિમેન્સ આઇપીએલ યોજાશે. જોકે મેન્સ આઇપીએલ માટેની હરાજી માટેની પ્રક્રિયા ભારતીય ક્રિકેટ બોર્ડે શરૂ કરી દીધી છે. બીસીસીઆઇએ તમામ ૧૦ ફ્રૅન્ચાઇઝીઓને કહી દીધું છે કે તેઓ કયા ખેલાડીઓને રિટેન કરવા માગે છે એની યાદી તેમણે આગામી ૧૫ નવેમ્બર સુધી સબમિટ કરી દેવી પડશે. ઑક્શન માટેની તારીખ હજી જાહેર નથી કરવામાં આવી, પણ એ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજાશે. એક જાણીતા અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ ૧૬ ડિસેમ્બરે બૅન્ગલોરમાં મિની ઑક્શન યોજાશે. દરેક ફ્રૅન્ચાઇઝી ખેલાડીઓને ખરીદવા પાંચ કરોડ રૂપિયા વધુ એટલે કુલ ૯૫ કરોડ રૂપિયા વાપરી શકશે.


