૨૮ વર્ષનો પુણેનો આ પ્લેયર સીઝનના અંત સુધી ટીમ સાથે રહેશે
ઋતુરાજ ગાયકવાડ
ભારતીય બૅટ્સમૅન ઋતુરાજ ગાયકવાડ કાઉન્ટી ચૅમ્પિયનશિપ ડિવિઝન વન અને વન-ડે કપની મૅચો માટે યૉર્કશર ટીમમાં જોડાશે. ૨૮ વર્ષનો પુણેનો આ પ્લેયર સીઝનના અંત સુધી ટીમ સાથે રહેશે. ગાયકવાડ હાલમાં ઇંગ્લૅન્ડ પ્રવાસ પર ઇન્ડિયા-A ટીમનો ભાગ છે જેણે ઇંગ્લૅન્ડ લાયન્સ સામે બે બિનસત્તાવાર ચાર-દિવસીય ટેસ્ટ-મૅચ ડ્રૉ રમી હતી. હવે ઇન્ડિયા-A ટીમ ૧૩થી ૧૬ જૂન દરમ્યાન ભારતીય સિનિયર ટીમ સામે ઇન્ટ્રા સ્ક્વૉડ મૅચ રમશે.
સચિન તેન્ડુલકર (૧૯૯૨), યુવરાજ સિંહ (૨૦૦૩), ચેતેશ્વર પુજારા (૨૦૧૫ અને ૨૦૧૮) બાદ બ્રિટનની આ ક્લબ માટે રમનાર ઋતુરાજ ગાયકવાડ ચોથો ભારતીય બનશે. તેણે કહ્યું, ‘હું હંમેશાં અહીં કાઉન્ટી ક્રિકેટ રમવા માગતો હતો અને ઇંગ્લૅન્ડમાં યૉર્કશરથી મોટી કોઈ ક્લબ નહીં હોય.’
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ હાલમાં IPL સીઝનની વચ્ચેથી ઇન્જરીને કારણે બહાર થયો હતો.

