બુધવારે અશ્વિને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર અને ચંદરપૉલના પુત્ર તેજનારાયણ ચંદરપૉલને તેના ૧૨ રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.
શિવનારાયણ ચંદરપૉલ અને તેજનારાયણ ચંદરપૉલ
રવિચન્દ્રન અશ્વિને બુધવારે ડૉમિનિકામાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. ટેસ્ટ-ક્રિકેટમાં પિતા અને પુત્ર બન્નેની વિકેટ લેનારો તે પ્રથમ ભારતીય બોલર બન્યો છે. ૨૦૧૧માં અશ્વિને દિલ્હીની ટેસ્ટમાં શિવનારાયણ ચંદરપૉલને આઉટ કર્યો હતો. હકીકતમાં અશ્વિન સામે ચંદરપૉલ જે ચાર ટેસ્ટમાં રમ્યો એ ચારેયમાં અશ્વિને તેની વિકેટ લીધી હતી. બુધવારે અશ્વિને સિરીઝની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર અને ચંદરપૉલના પુત્ર તેજનારાયણ ચંદરપૉલને તેના ૧૨ રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.
સચિન તેન્ડુલકર પછી વિરાટ કોહલીએ પણ અનોખો વિક્રમ કર્યો છે. સચિન ત્રણેક દાયકા પહેલાં ઑસ્ટ્રેલિયાના જ્યૉફ માર્શ સામે રમ્યા બાદ તેમના પુત્ર શૉન માર્શ સામે પણ રમ્યો હતો. વિરાટ કોહલી ગયા દાયકામાં શિવનારાયણ ચંદરપૉલ સામે રમ્યા બાદ હવે તેના પુત્ર તેજનારાયણ ચંદરપૉલ સામે રમી રહ્યો છે.

