Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુરુવારની ટી૨૦ પહેલાં હૂડા પછી હવે હર્ષલે જિતાડ્યા

ગુરુવારની ટી૨૦ પહેલાં હૂડા પછી હવે હર્ષલે જિતાડ્યા

05 July, 2022 05:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાઉન્ટી ટીમ સામે ૫૪ રન બનાવ્યા પછી ભારતને છેલ્લી ઓવરમાં જિતાડ્યું

હર્ષલ પટેલ

હર્ષલ પટેલ


ઇંગ્લૅન્ડના નૉર્ધમ્પ્ટનમાં રવિવારે આઇપીએલ જેવો રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો અને એનું પરિણામ પણ આ લીગ ટુર્નામેન્ટની કોઈ એક મૅચ જેવું આવ્યું હતું. ભારતે ટૉપ-ઑર્ડર (સંજુ સૅમસન, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ) ફ્લૉપ ગયા પછી હર્ષલ પટેલ (૫૪ રન, ૩૬ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરી અને દિનેશ કાર્તિક (૩૪ રન, ૨૬ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ની ફટકાબાજીથી ભારતે ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૯ રન બનાવ્યા બાદ નૉર્ધમ્પ્ટનશરની ટીમ છેલ્લી ઓવરના ત્રીજા બૉલમાં ૧૩૯ રનના સ્કોરે ઑલઆઉટ થઈ જતાં ભારતનો ૧૦ રનથી વિજય થયો હતો.

કાર્તિકે હર્ષલને છેલ્લી ઓવર આપી
અર્શદીપ સિંહ, અવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલની બે-બે વિકેટ તેમ જ પ્રસિદ્ધ ક્રિષ્ના અને વેન્કટેશ ઐયરની એક-એક વિકેટને લીધે નૉર્ધમ્પ્ટનશરના બૅટર્સ કાબૂમાં રહ્યા હતા, પરંતુ મૅચ છેલ્લી ઓવર સુધી લંબાઈ હતી. વિકેટકીપર-કૅપ્ટન દિનેશ કાર્તિકે ૨૦મી ઓવરની જવાબદારી હર્ષલ પટેલને સોંપી હતી. એ ઓવર પહેલાં હર્ષલની બોલિંગ-ઍનૅલિસિસ ૩-૦-૨૩-૧ હતી. આખરી ઓવરમાં નૉર્ધમ્પ્ટનશરનો સ્કોર ૧૩૯/૯ હતો અને એણે જીતવા માટે ૧૧ રન બનાવવાના હતા. જોકે હર્ષલે છેલ્લી વિકેટ લેવાની હતી. યજમાન ટીમ વતી સૌથી વધુ ૩૩ રન બનાવનાર સૈફ ઝૈબ રાઇટ-આર્મ મીડિયમ પેસ બોલર હર્ષલના પહેલા બે બૉલમાં એક પણ રન નહોતો બનાવી શક્યો, ત્યાર પછી ત્રીજા બૉલમાં તે હર્ષલનો શિકાર થઈ ગયો હતો. હર્ષલે તેને ક્લીન બોલ્ડ કરીને મૅચમાં બીજી વિકેટ લીધી હતી અને ભારતને જિતાડ્યું હતું.



શુક્રવારે હૂડાએ ૫૯ રન બનાવ્યા હતા
શુક્રવારે ભારતને દીપક હૂડાએ વિજય અપાવ્યો હતો. ડર્બીશરે ૮ વિકેટે ૧૫૦ રન બનાવ્યા બાદ ભારતે દીપક હૂડા (૫૯ રન, ૩૭ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ ઓપનર સંજુ સૅમસનના ૩૮ અને સૂર્યકુમાર યાદવના અણનમ ૩૬ રનની મદદથી ૧૬.૪ ઓવરમાં ૩ વિકેટે ૧૫૧ રન બનાવી લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2022 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK