અર્શદીપ સિંહ પછી ભુવનેશ્વર કુમાર ભારતને ડેથ ઓવર્સમાં જિતાડી નથી શક્યા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ઑક્ટોબરના મેન્સ ટી૨૦ વર્લ્ડ કપના યજમાન ઑસ્ટ્રેલિયા સામે આજે ટી૨૦ સિરીઝની બીજી મૅચ રમાશે અને એ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપની ૧-૧ની બરાબરી કરવા કોઈ કસર બાકી નહીં રાખે. જોકે નાગપુરમાં વરસાદ પડવાની સંભાવના વચ્ચે જસપ્રીત બુમરાહના તરખાટની સૌકોઈને તલાશ છે, કારણ કે ભારતે એશિયા કપથી માંડીને અત્યાર સુધી ડેથ ઓવરની બોલિંગમાં રહેલી કચાશને કારણે પરાજય જોવા પડ્યા છે. અર્શદીપ સિંહ પછી ભુવનેશ્વર કુમાર ભારતને ડેથ ઓવર્સમાં જિતાડી નથી શક્યા, પરંતુ યૉર્કર-સ્પેશ્યલિસ્ટ બુમરાહ એ ખોટ પૂરી કરી શકે એમ છે.
પીઠની ઈજાને કારણે એશિયા કપ ગુમાવનાર બુમરાહની ૧૦૦ ટકા ફિટનેસનો મુદ્દો ચnaર્ચામાં છે. તેની પૂરી ફિટનેસ વિશેનો અહેવાલ બહાર આવ્યો હોવા છતાં ૨૦મીએ મોહાલીની પ્રથમ મૅચમાં તેને ન રમાડીને ટીમ-મૅનેજમેન્ટે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.