આવતા વર્ષે ૨૦ જૂનથી ૪ ઑગસ્ટ વચ્ચે ભારત અને ઇંગ્લૅન્ડની પુરુષ ટીમ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટસિરીઝ રમાશે
રોહિત શર્મા
૨૦૨૫ના જૂન-જુલાઈ મહિના ભારતીય ફૅન્સ માટે રોમાંચક બની રહેશે. એ સમયે ઇંગ્લૅન્ડની ધરતી પર એક તરફ હરમનપ્રીત ઍન્ડ કંપની લિમિડેટ ઓવર્સમાં ધમાલ મચાવતી હશે અને બીજી તરફ રોહિત ઍન્ડ કંપની ટેસ્ટ સિરીઝમાં પોતાનો ક્લાસ બતાવતી હશે. આવતા વર્ષે ૨૦ જૂનથી ૪ ઑગસ્ટ વચ્ચે ભારત અને ઇંગ્લૅન્ડની પુરુષ ટીમ વચ્ચે પાંચ મૅચની ટેસ્ટસિરીઝ રમાશે.
આ સિરીઝ પહેલાં લંડનના લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલનો રોમાંચ જોવા મળશે. ભારતે ૨૦૨૧માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં ૨-૧થી સરસાઈ મેળવી હતી, પણ કોરોના મહામારીને લીધે એ સિરીઝ અધવચ્ચે અટકાવવી પડી હતી. ત્યાર બાદ સિરીઝની એકમાત્ર બાકીની મૅચમાં ઇંગ્લૅન્ડે જીત મેળવીને સિરીઝ ૨-૨થી લેવલ કરી દીધી હતી.
ADVERTISEMENT
પાંચ મૅચની ટેસ્ટસિરીઝનું ટાઇમટેબલ
પહેલી ટેસ્ટ - ૨૦થી ૨૪ જૂન
બીજી ટેસ્ટ - બીજીથી ૬ જુલાઈ
ત્રીજી ટેસ્ટ - ૧૦થી ૧૪ જુલાઈ
ચોથી ટેસ્ટ - ૨૩થી ૨૭ જુલાઈ
પાંચમી ટેસ્ટ - ૩૧ જુલાઈથી ૪ આૅગસ્ટ


