રાઇઝિંગ સ્ટાર એશિયા કપમાં મેન્સ ટીમ અને બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં વિમેન્સ ટીમ કટ્ટર હરીફ સામે ટકરાશે
રાઇઝિંગ સ્ટાર T20 એશિયા કપની ટ્રોફી સાથે ભારત-પાકિસ્તાનના A ટીમના કૅપ્ટન્સ.
ભારતની બહાર વિદેશી ધરતી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે બે ક્રિકેટ-મૅચ રમાશે. કતરના દોહામાં આયોજિત રાઇઝિંગ સ્ટાર T20 એશિયા કપમાં મેન્સ A ટીમ અને શ્રીલંકાના કોલંબોમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપ દરમ્યાન વિમેન્સ ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.
આજે બપોરે એક વાગ્યે બ્લાઇન્ડ વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો જંગ શરૂ થશે. ભારતે દિલ્હી અને બૅન્ગલોરમાં લાગલગાટ ૪ મૅચ જીતીને અજેય રેકૉર્ડ જાળવી રાખ્યો છે. પાકિસ્તાને ગઈ કાલે ધમાકેદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી. કોલંબોમાં શ્રીલંકા સામે એક પણ વિકેટ ગુમાવ્યા વગર પાકિસ્તાને ૩૩૧ રન ઝૂડી દીધા હતા. જવાબમાં શ્રીલંકા ત્રણ વિકેટે ૧૨૦ રન કરીને ૨૧૧ રનથી હાર્યું હતું.
ADVERTISEMENT
આજે સાંજે ૮ વાગ્યે રાઇઝિંગ સ્ટાર T20 એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની A ટીમ સામસામે રમશે. બન્ને ટીમે શુક્રવારે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. પાકિસ્તાને ઓમાનને ૪૦ રનથી અને ભારતે UAEને ૧૪૮ રને હરાવ્યું હતું. પાકિસ્તાની ટીમ સામે ઓપનર વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.


