ક્રિકેટનું બાઇબલ ગણાતા ઇંગ્લૅન્ડ સ્થિત વિઝડન ક્રિકેટ માસિક પ્રકાશને ગઈ કાલે ૨૦૨૫ના વર્ષ માટે મહત્ત્વપૂર્ણ અવૉર્ડ્સની જાહેરાત કરી હતી. હમણાં સુધી જાહેર થયેલા અવૉર્ડ્સમાં નવમાંથી ૭ પુરસ્કાર ભારતીય ક્રિકેટર્સને મળ્યા છે.
ગયા વર્ષે ધમાકેદાર પ્રદર્શન કરનાર દીપ્તિ શર્મા સહિત સાત ભારતીય ક્રિકેટર્સ માટે વિઝડન અવૉર્ડ્સ જાહેર થયા
ક્રિકેટનું બાઇબલ ગણાતા ઇંગ્લૅન્ડ સ્થિત વિઝડન ક્રિકેટ માસિક પ્રકાશને ગઈ કાલે ૨૦૨૫ના વર્ષ માટે મહત્ત્વપૂર્ણ અવૉર્ડ્સની જાહેરાત કરી હતી. હમણાં સુધી જાહેર થયેલા અવૉર્ડ્સમાં નવમાંથી ૭ પુરસ્કાર ભારતીય ક્રિકેટર્સને મળ્યા છે. આ લિસ્ટમાં માત્ર બે બિનભારતીય ખેલાડીઓમાં ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક અને ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન હસીબ હમીદનો સમાવેશ છે. તેઓ અનુક્રમે મૅન ક્રિકેટર ઑફ ધ યર અને વર્ષના બેસ્ટ પાંચ ક્રિકેટર્સમાંથી એકનો અવૉર્ડ જીત્યા હતા.
ભારતીય મહિલા ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા લીડિંગ મહિલા ક્રિકેટર અને ભારતીય ઓપનર અભિષેક શર્મા લીડિંગ T20 ક્રિકેટરનો અવૉર્ડ જીત્યાં છે. ઇંગ્લૅન્ડમાં યોજાયેલી ટેસ્ટ-સિરીઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાને વર્ષના બેસ્ટ પાંચ ક્રિકેટર્સના લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ઍજબેસ્ટન
ટેસ્ટ-મૅચમાં ૪૩૦ રન ફટકારનાર શુભમન ગિલને ધ વિઝડન ટ્રોફીનો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે.
