ગઈ કાલે વરસાદથી પ્રભાવિત મૅચમાં શ્રીલંકા અને બંગલાદેશને ૮-૮ વિકેટે મળી હાર, શુક્રવારે દુબઈ ખાતે અન્ડર-19 વન-ડે એશિયા કપ ૨૦૨૫ની સેમી ફાઇનલમાં વિજેતા બનીને ભારત અને પાકિસ્તાન રવિવારની ફાઇનલમાં પહોંચ્યાં છે.
ભારતનો કૅપ્ટન આયુષ મ્હાત્રે, પાકિસ્તાનનો કૅપ્ટન ફરહાન યુસુફ.
શુક્રવારે દુબઈ ખાતે અન્ડર-19 વન-ડે એશિયા કપ ૨૦૨૫ની સેમી ફાઇનલમાં વિજેતા બનીને ભારત અને પાકિસ્તાન રવિવારની ફાઇનલમાં પહોંચ્યાં છે. ભારતે દસમી વખત અને પાકિસ્તાને ચોથી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ગઈ કાલે વરસાદને કારણે બન્ને સેમી ફાઇનલ મૅચમાં ૫૦-૫૦ ઓવરની સંપૂર્ણ રમત રમાઈ નહોતી. ભારત-શ્રીલંકાની મૅચ ૨૦-૨૦ ઓવર અને બંગલાદેશ-પાકિસ્તાનની મૅચ ૨૭-૨૭ ઓવરની કરવામાં આવી હતી.
શ્રીલંકાએ ૮ વિકેટ ગુમાવીને ૧૩૮ રન કર્યા હતા. ૧૩૯ રનના સાધારણ ટાર્ગેટ સામે આયુષ મ્હાત્રે ૭ રન અને વૈભવ સૂર્યવંશી ૯ રન જ કરી શક્યા હતા. ઍરોન જ્યૉર્જે ૫૮ રન અને વિહાન મલ્હોત્રાએ ૬૧ રન કરીને ૮ વિકેટે ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. બંગલાદેશે ૨૬.૩ ઓવરમાં ૧૨૧ રને તમામ વિકેટ ગુમાવી હતી. જવાબમાં પાકિસ્તાને ૧૬.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી ૧૨૨ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.


