Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IND vs BAN: ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટમાં કરી કમાલ, કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી

IND vs BAN: ચેતેશ્વર પૂજારાએ ટેસ્ટમાં કરી કમાલ, કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારી

16 December, 2022 04:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ સાથે જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતીય ટેસ્ટ ટીમના સિનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)એ બાંગ્લાદેશ (Bangladesh) સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી છે. પૂજારાએ 103 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ ઇનિંગમાં તેણે પુજારાની ટેસ્ટ ક્રિકેટમાં 19મી સદી પણ ફટકારી હતી. આ પહેલાં પૂજારાએ વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સિડની ટેસ્ટમાં સદી ફટકારી હતી. પુજારાની ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી ઝડપી સદી પણ છે. તેણે પોતાની ઇનિંગમાં કુલ 13 ફોર પણ ફટકારી હતી.

આ સાથે જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ચિત્તાગોંગ ટેસ્ટના ત્રીજા દિવસ પહેલા શુભમન ગીલે સદી ફટકારી અને પછી ચેતેશ્વર પુજારા જે પ્રકારની ઈનિંગ્સ રમી તે જોવા મળતું નથી. ઝડપી બેટિંગ કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 19મી સદી પૂરી કરી. આ શાનદાર ઇનિંગના કારણે ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે 500થી વધુની લીડ હાંસલ કરી હતી.



પૂજારાની આ સદી સાથે ટીમના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ઇનિંગ્સ ડિકલેર કરી હતી. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટે 258 રન બનાવ્યા હતા. પૂજારા પહેલા શુભમન ગિલ પણ 110 રન બનાવીને આઉટ થયો હતો. પૂજારાની આ ઝડપી સદીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે છેલ્લા 50 રન માત્ર 37 બોલમાં પૂરા કર્યા હતા.
બાંગ્લાદેશને 513 રનનો લક્ષ્યાંક મળ્યો હતો


બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 404 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં યજમાન બાંગ્લાદેશી ટીમ 150 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 254 રનની લીડ મળી હતી.

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ૧-૨થી પાછળ : આવતી કાલે ચોથી મૅચ


ઉલ્લેખનીય છે કે પૂજારાએ ભારત માટે મુશ્કેલીમાં મેદાન પર ઊભા રહીને પ્રથમ દાવમાં 90 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર ફટકારી હતી. પાંચમી વિકેટ માટે તેણે શ્રેયસ અય્યર સાથે 147 રનની ભાગીદારી કરી હતી. તે જ સમયે, આ પહેલાં તેણે ઋષભ પંત સાથે મળીને 64 રન પણ જોડ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2022 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK