ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં તે આઇપીએલની ૧૭મી સીઝનમાં રમશે કે નહીં એના પર પ્રશ્નાર્થ છે.
ડેવિડ વૉર્નર
બાવીસમી માર્ચથી આઇપીએલની ૧૭મી સીઝનની શરૂઆત થશે. લગભગ એક મહિના પહેલાંથી તમામ ખેલાડીઓએ આઇપીએલ ૨૦૨૪ની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે દિલ્હી કૅપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આઇપીએલ ૨૦૨૩માં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રહેલા ઑસ્ટ્રેલિયન દિગ્ગજ ડેવિડ વૉર્નર ઈજાને કારણે ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટી૨૦માંથી બહાર થઈ ગયો છે. આઇપીએલ ૨૦૨૪ પહેલાં તેની ઈજાએ દિલ્હી કૅપિટલ્સની ચિંતામાં વધારો કર્યો છે. ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં તે આઇપીએલની ૧૭મી સીઝનમાં રમશે કે નહીં એના પર પ્રશ્નાર્થ છે. હાલમાં તે ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના મહત્ત્વના ભાગ અને ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅન ડેવોન કૉન્વેને અંગૂઠામાં ઈજા થઈ છે. આ ઈજાને કારણે તે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી૨૦ અને આઇપીએલ ૨૦૨૪માંથી બહાર થઈ શકે છે. ક્રિકેટ ફૅન્સ બન્ને ખેલાડીઓની ઝડપથી રિકવરી થાય એવી પ્રાર્થના કરશે, જેથી આઇપીએલનો રોમાંચ જળવાઈ રહેશે.