ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન ડાબા પગમાં ઇન્જરીને કારણે IPL 2025માંથી બહાર થઈ ગયો છે. ગયા અઠવાડિયે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર બે બૉલ ફેંક્યા બાદ પગમાં દુખાવો થતાં પંજાબ કિંગ્સના આ ૩૩ વર્ષના બોલરે મેદાનની બહાર બેસવું પડ્યું હતું.
લૉકી ફર્ગ્યુસન

પંજાબના ફાસ્ટ બોલિંગ કોચ જેમ્સ હૉપ્સે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ટુર્નામેન્ટના છેલ્લા તબક્કામાં પણ તેના પાછા ફરવાની શક્યતા ઓછી છે. પંજાબ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે બે કરોડ રૂપિયાનો આ બોલર મિડલ ઓવર્સમાં તેમનો મુખ્ય બોલર રહ્યો છે. આ સીઝનમાં ૯.૧૭ની ઇકૉનૉમીથી રન આપી ચાર મૅચમાં પાંચ વિકેટ લેનાર આ બોલર ફુટ ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માંથી પણ બહાર થયો હતો.