Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બેંગ્લુરુ બંધ: અનિલ કુંબલેને ઍરપૉર્ટથી ઘરે પહોંચવા લેવો પડ્યો બસનો સહારો, પછી...

બેંગ્લુરુ બંધ: અનિલ કુંબલેને ઍરપૉર્ટથી ઘરે પહોંચવા લેવો પડ્યો બસનો સહારો, પછી...

Published : 11 September, 2023 09:33 PM | IST | Bengaluru
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પૂર્વ ભારતીય કૅપ્ટન અને કોચ અનિલ કુંબલેએ ખાનગી ટ્રાન્સપોર્ટરોના બેંગ્લુરુ બંધને કારણે ઍરપૉર્ટથી ઘરે પાછા આવવા માટે પબ્લિક ટ્રાન્સપૉર્ટની મદદ લીધી. તેમણે આની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી.

તસવીર સૌજન્ય : અનિલ કુંબલે (સોશિયલ મીડિયા અકાઉન્ટ)

તસવીર સૌજન્ય : અનિલ કુંબલે (સોશિયલ મીડિયા અકાઉન્ટ)


પૂર્વ ભારતીય કૅપ્ટન અને કોચ અનિલ કુંબલેએ (Anil Kumble) ખાનગી ટ્રાન્સપોર્ટરોના બેંગ્લુરુ બંધને કારણે ઍરપૉર્ટથી ઘરે પાછા આવવા માટે પબ્લિક ટ્રાન્સપૉર્ટની મદદ લીધી. તેમણે આની એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી. વિભિન્ન માગને લઈને ખાનગી ટ્રાન્સપોર્ટરોએ એક દિવસનું બેંગ્લુરુ બંધ પાળ્યું અને આ દરમિયાન ખાનગી ટ્રાન્સપૉર્ટના વાહનો હડતાળ પર હતા.

કુંબલેએ શૅર કરી તસવીર
અનિલ કુંબલેએ તસવીર શૅર કરતા `એક્સ` પર લખ્યું, "બીએમટીસીથી આજે ઍરપૉર્ટથી ઘરે પાછો આવી રહ્યો છું." કુંબલેનો સહારો લેવા માટે એક હેન્ડલ પકડી રાખ્યું છે જે દેખાય છે. તે બસમાં પ્રવાસ કરનાર એકમાત્ર શખ્સ નથી. કેટલાક અન્ય લોકોને વાહનથી પ્રવાસ કરતા જોઈ શકાય છે. કુંબલેની તસવીર શૅર કરચા જ થોડીકવારમાં વાયરલ થઈ ગઈ અને લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપવા માંડ્યા.




પરિવહન મંત્રીએ યૂનિયનોને આપ્યું આશ્વાસન
પરિવહન મંત્રી અને રામલિંગા રેડ્ડીએ ખાનગી પરિવહન યૂનિયનોંને તેમની મોટાભાગની માગને પૂરી કરવાના પ્રયત્ન કરવાના આશ્વાસન આપ્યા છે. જેના પછી યૂનિયનોએ બંધ પાછું ખેંચી લીધું છે. મંત્રીએ 30 માગમાંથી 27 માગ પર સહેમતિ વ્યક્ત કરી છે. આ નિર્ણયની માહિતી ફેડરેશન ઑફ કર્ણાટક સ્ટેટ પ્રાઈવેટ ટ્રાન્સપૉર્ટ એસોસિએશનના અધ્યક્ષ એસ નટરાજ શર્માએ આપી છે.


દબાણ બનાવવા માટે બોલાવ્યું બંધ
કર્ણાટક રાજ્ય ખાનગી પરિવહન સંઘોના મહાસંઘે પોતાની વિભિન્ન માગને લઈને દબાણ બનાવવા માટે બંધનું આહ્વાન કર્યું હતું અને પોલીસે કોઈપણ પ્રકારની મસ્તી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ઑટો, ટેક્સી, મેક્સી કૅબ, માલવાહક વાહન અને કૉર્પોરેટ બસો સહિત ખાનગી વાહન રસ્તા પરથી ગાયબ હતા. બેંગ્લુરુ ઍરપૉર્ટ ઑથૉરિટીએ પણ પ્રવાસીઓને બંધને ધ્યાનમાં રાખતા ઍરપૉર્ટ પહોંચવા માટે જરૂરી ઈંતેજામ કરવાની સલાહ આપી હતી.

મહાસંઘમાં કુલ 32 ખાનગી પરિવહન સંઘ સામેલ
મહાસંઘમાં કુલ 32 ખાનગી પરિવહન સંઘ સામેલ છે, અને મોટાભાગની ખાનગી પરિવહન સેવાઓ સોમવારે અડધી રાત સુધી ઉપલબ્ધ હોવાની શક્યતા નથી. અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે કારણકે ખાનગી મેક્સી કૅબ અનેક સ્કૂલના બાળકો માટે પરિવહનના મુખ્ય સાધનોમાંથી એક છે, આથી શહેરની કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓને હેરાન થતા બચાવવા માટે આજે રજા જાહેર કરી દેવામાં આવી છે.

ઍરપૉર્ટે જાહેર કરી સૂચના
સૂત્રો પ્રમાણે બંધને કારણે ઍરપૉર્ટ સુધી આવવા-જનારાને વૈકલ્પિક સાધન પણ શોધવાના રહેસે. બેંગ્લુરુ ઍરપૉર્ટ ઑથૉરિટીએ પણ પ્રવાસીઓને બંધને ધ્યાનમાં રાખતા સમયસર ઍરપૉર્ટ પહોંચવા માટે જરૂરી ઈંતેજામ કરવાની સલાહ આપી છે. ખાનગી ટ્રાન્સપૉર્ટરોએ દાવો કર્યો છે કે શક્તિ યોજનાથી તેમના પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે અને રાજ્ય સરકારે વારંવાર ચર્ચા છતાં તેમની માગ પૂરી નથી કરી.

પોલીસ કમિશનરે કહી આ વાત
બેંગ્લુરુના પોલીસ કમિશનર બી. દયાનંદ પીટીઆઈ-ભાષાને કહ્યું કે કોઈપણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે સાવચેતી રાખવા શહેરમાં સુરક્ષાના પર્યાપ્ત ઈંતેજામ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું તે વરિષ્ઠ અધિકારીએ સહિત અમારા બધા અધિકારી પેટ્રોલિંગ પર છે અને અમે બધા રણનૈતિક સ્થળે પર્યાપ્ત સંખ્યામાં ટ્રેકિંગ દળોનો ઉપયોગ પણ કર્યો છે. અમે તે સંગઠનો સામે વાત પણ કરી છે જે હડતાળમાં સામેલ થઈ રહ્યા છે. તેઓ ફ્રીડમ પાર્કમાં એકત્ર થશે જ્યાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવશે.

જનતાને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો
બંધને કારણે જનતા થનારી અસુવિધાને ઘટાડવા માટે `બેંગ્લુરુ મેટ્રોપૉલિટન ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન` (બીએમટીસી) આજે શહેર અને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ સુધી વધારે બસો ચલાવી રહ્યા છે. પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ તાજેતરમાં જ કહ્યું હતું કે સરકાર મહાસંઘ સાથે વાતચીત માટે તૈયાર છે અને આ સુનિશ્ચિત કરવા માટે પણ તૈયારી કરી રહી છે કે જનતાને ઓછામાં ઓછી અસુવિધા થાય.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2023 09:33 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK