ગઈ કાલે બાર્બેડોઝથી એની શરૂઆત કરી
ક્રિસ ગેઈલ
આગામી T20 વર્લ્ડ કપ જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાવાનો છે. આ માટે વેસ્ટ ઇન્ડીઝમાં માહોલ બનાવવા માટે T20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલે બાર્બેડોઝથી એની શરૂઆત કરતી વખતે કૅરિબિયન જાયન્ટ અને T20 ક્રિકેટનો લેજન્ડ ક્રિસ ગેઇલે પણ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. T20 વર્લ્ડ કપની ૨૯ જૂને રમાનારી ફાઇનલ બાર્બેડોઝમાં જ રમાવાની છે.


