ટીવી અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ૫૩ અબજ મિનિટનો જોવાનો સમય મેળવ્યો. એ ટીવી ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી વન-ડે મૅચોના ટૉપ લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે.
રવીન્દ્ર જાડેજા
ICC ચૅમ્પિયન્સ ટ્રોફી 2025એ ભારતમાં વ્યુઅરશિપના નવા રેકૉર્ડ સ્થાપિત કર્યા છે જે દેશના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ ધરાવતી મલ્ટિ-નૅશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ બની છે. આ ટુર્નામેન્ટે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 કરતાં ૨૩ ટકા વધુ વ્યુઅરશિપ મેળવી છે.
ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ પર ૧૩૭ અબજ મિનિટ અને જિયોહૉટસ્ટાર પર ૧૧૦ અબજ મિનિટ સહિત કુલ ૨૫૦ અબજ મિનિટ આ ટુર્નામેન્ટ જોવાઈ છે. ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલ મૅચે ૨૩૦ મિલ્યન દર્શકોને આકર્ષ્યા, જ્યારે ટીવી અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર ૫૩ અબજ મિનિટનો જોવાનો સમય મેળવ્યો. એ ટીવી ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલી વન-ડે મૅચોના ટૉપ લિસ્ટમાં પણ સ્થાન મેળવી લીધું છે.


