Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC Rankingsમાં ટૉપ પર પહોંચેલી ટીમ ઈન્ડિયા, આટલા કલાકમાં બીજા નંબરે? આમ કેમ?

ICC Rankingsમાં ટૉપ પર પહોંચેલી ટીમ ઈન્ડિયા, આટલા કલાકમાં બીજા નંબરે? આમ કેમ?

17 January, 2023 08:51 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ICCએ સાડા ત્રણ કલાક પછી જ ભારતને પ્રથમ સ્થાનેથી હટાવી દીધું. જ્યારે આ બન્યું, ત્યારે લોકોએ શોધવાનું શરૂ કર્યું કે કેવી રીતે ટીમ ઈન્ડિયા થોડા સમય માટે ટોચ પર પહોંચી ગઈ. આ કિસ્સામાં જે સ્પષ્ટ થયું છે તે ખરેખર જાણવા જેવી બાબત છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) મંગળવારે (17 જાન્યુઆરી) અચાનક ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ હતી. આ જોઈને બધાને નવાઈ લાગી. રેન્કિંગ જોઈને ભારતીય ચાહકો ખુશ હતા, પરંતુ તેમની ખુશી અલ્પજીવી રહી. ICCએ સાડા ત્રણ કલાક પછી જ ભારતને પ્રથમ સ્થાનેથી હટાવી દીધું. જ્યારે આ બન્યું, ત્યારે લોકોએ શોધવાનું શરૂ કર્યું કે કેવી રીતે ટીમ ઈન્ડિયા થોડા સમય માટે ટોચ પર પહોંચી ગઈ. આ કિસ્સામાં જે સ્પષ્ટ થયું છે તે ખરેખર જાણવા જેવી બાબત છે.

હકીકતે આ બધી ગતાગમ થઈ હતી આઈસીસીની ભૂલને કારણે. બન્યું એવું કે, ઓસ્ટ્રેલિયાને 126 પોઈન્ટ આપવાને બદલે ICCએ 111 રેટિંગ પોઈન્ટ આપ્યા હતા. આ સાથે જ ભારતને 115 પોઈન્ટ આપવામાં આવ્યા હતા. જેના કારણે કાંગારૂ ટીમ બીજા સ્થાને સરકી ગઈ હતી. 17 જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને હતી. ભારત બપોરે 1:30 વાગ્યે પ્રથમ સ્થાને પહોંચ્યું હતું. તે જ સમયે, જ્યારે ICCએ સાંજે 4:00 વાગ્યે ભૂલ સુધારી, ઓસ્ટ્રેલિયા ફરીથી ટોચ પર આવી ગયું.



ટેસ્ટમાં ભારત બની શકે છે નંબર-1
ભારતીય ટીમ જલ્દી જ પ્રથમ સ્થાન મેળવી શકે છે. તેને ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે. જો ટીમ ઈન્ડિયા સિરીઝ 2-0 અથવા 3-1થી જીતે છે તો તે ટેસ્ટમાં ટોચ પર પહોંચી શકે છે.


જો ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝ 3-0થી જીતે છે અને પછી ટી20 શ્રેણી કોઈપણ અંતરથી જીતે છે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પણ જીતે છે તો ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની જશે.

આ પણ વાંચો : વિમેન્સ આઇપીએલની એક મૅચના બીસીસીઆઇને મળશે ૭.૦૯ કરોડ રૂપિયા


ભારત-ઓસ્ટ્રેલિયા સીરિઝનું ટાઈમટેબલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં, ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ધર્મશાલામાં અને ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ પછી ત્રણ વનડે પણ રમશે. પ્રથમ ODI 17 માર્ચે મુંબઈમાં, બીજી ODI 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી ODI 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 08:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK