સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ માટે રાશિદ, લિવિંગસ્ટન, રબાડા, સૅમ કરૅન, બ્રેવિસને સાઇન કરી લીધા ઃ ડુ પ્લેસી સીએસકેની ટીમમાં

આ વર્ષની આઇપીએલની એક મૅચમાં ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાનના બૉલમાં પંજાબ કિંગ્સના લિવિંગસ્ટને લૉન્ગેસ્ટ સિક્સર ફટકારી હતી.
સાઉથ આફ્રિકામાં પહેલી વાર યોજાનારી સીએસએ ટી૨૦ લીગ માટે મુંબઈ ઇન્ડિયન્સના ફ્રૅન્ચાઇઝી એમઆઇ કેપ ટાઉને પ્લેયર્સ ઑક્શન પહેલાં જ પાંચ ખેલાડીઓને સાઇન કરી લીધા છે; જેમાં રાશિદ ખાન, લિઆમ લિવિંગસ્ટન, કૅગિસો રબાડા, સૅમ કરૅન અને ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ છે. નિયમ પ્રમાણે ૬માંનું દરેક ફ્રૅન્ચાઇઝી હરાજી પહેલાં પાંચ ખેલાડીને કરારબદ્ધ કરી શકે છે અને એમાં ત્રણ વિદેશી, એક સાઉથ આફ્રિકન અને એક સાઉથ આફ્રિકન અનકૅપ્ડ ખેલાડીનો સમાવેશ હોવો જરૂરી છે.
લિવિંગસ્ટન ઉપરાંત જૉસ બટલર સર્વોચ્ચ સૅલેરી બ્રૅકેટમાં છે. એમાંના પ્રત્યેકને સીઝનના પાંચ લાખ યુએસ ડૉલર (અંદાજે ૩.૯૮ કરોડ રૂપિયા) મળશે. બીજા જે માર્કી પ્લેયર્સનાં નામ જાહેર કરાયાં છે એમાંના મોઇન અલીને ચાર લાખ ડૉલર, ફૅફ ડુ પ્લેસીને ૩.૫૦ લાખ ડૉલર તેમ જ રબાડા, ક્વિન્ટન ડિકૉક, ડેવિડ મિલર, ઇઓન મૉર્ગન અને સૅમ કરૅનને (પ્રત્યેકને) સીઝનની ત્રણ લાખ ડૉલરની સૅલેરી મળશે.
લીગના આયોજકોએ કુલ ૩૦ માર્કી પ્લેયર્સને આ લીગ માટે પસંદ કર્યા છે. આઇપીએલમાં બૅન્ગલોર વતી રમેલા ડુ પ્લેસીને આઇપીએલના સીએસકે ફ્રૅન્ચાઇઝીએ સાઇન કર્યો છે.
3
યુએઈની આગામી ટી૨૦ લીગ માટે આટલા કૅરિબિયન પ્લેયર્સને સાઇન કરવામાં આવ્યા છે અને એમાં પોલાર્ડ, ડ્વેઇન બ્રાવો, પૂરનનો સમાવેશ છે.