અકસ્માત બાદ હોસ્પિટલ જતા સમયે પંતે તેની માતાનો નંબર આપ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે માતા જલદીથી તેમના સુધી પહોંચે, પરંતુ નંબર સ્વીચ ઓફ હતો.
તસવીર: ઋષભ પંત ઈન્સ્ટાગ્રામ
ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંત (Rishabh Pant Accident) અકસ્માતનો શિકાર બન્યા હતા. તેમની કાર રૂરકી પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પંતને ઊંઘ આવી ગઈ હતી. આ દરમિયાન કાર કાબૂ બહાર જઈને તેજ ગતિએ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પલટી મારી ગઈ હતી. આ પછી પંત પોતે કાચ તોડીને કારમાંથી બહાર આવ્યા હતા. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી. આવી સ્થિતિમાં પોલીસ તૈયારી બતાવીને પંતને હોસ્પિટલ લઈ ગઈ. આ અંગે પંતની માતાને પણ જાણ કરવામાં આવી હતી અને તેઓ ઉતાવળે પોતાના પુત્રને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ખરેખર, પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા ઘરે જઈ રહ્યા હતા અને નવા વર્ષ પર પરિવાર સાથે ફરવાનો પ્લાન પણ હતો. જોકે, તેને અકસ્માત નડ્યો હતો. પોલીસે આ મામલે સંપૂર્ણ તત્પરતા દાખવી હતી. પોલીસને પરિવારનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હતી. અકસ્માત બાદ હોસ્પિટલ જતા સમયે પંતે તેની માતાનો નંબર આપ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે માતા જલદીથી તેમના સુધી પહોંચે, પરંતુ નંબર સ્વીચ ઓફ હતો.
ADVERTISEMENT
પોલીસ દ્વારા રૂરકીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી ચેતક પોલીસને પંતના ઘરે મોકલવામાં આવી હતી. પોલીસ સવારે 6.15 વાગ્યે તેના ઘરે પહોંચી હતી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. પોલીસે તેની માતાને જગાડવામાં આવ્યાં. આ પછી પંતની માતાને પોલીસ સ્ટેશનના વાહનમાં રૂરકીની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં . પોલીસ આખા રસ્તે પંતની માતા સાથે સંપર્કમાં રહી. પંતને ઠંડી લાગી રહી હતી તેથી તેની માતાને પણ કપડાં લાવવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઋષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલાની પોસ્ટ શું કહી રહી છે? જાણો
કેવી રીતે ઘટી દુર્ઘટના?
પંત ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીનો ભાગ હતા. તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં સદીથી ઓછા પડ્યા. આ પછી તે ક્રિસમસ અને રજાઓ મનાવવા દુબઈ ગયા હતા. ત્યાં પંતે ધોની અને તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ પછી પંત ગુરુવારે જ દિલ્હી પરત ફર્યા અને ત્યાંથી પોતાની કારમાં તેમના વતન ગામ જવા રવાના થયા.
આ પણ વાંચો: ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત, ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ
પંતની કાર શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે રૂરકીમાં નરસન ચોકી પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ક્રેશ થઈ ગઈ હતી. પંતની કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી લોખંડની બેરિકેડિંગ પર સરકીને રોંગ સાઈડ પર પહોંચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર પંત ઊંઘી ગયા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી હતી. જો કે તે પહેલા પંત કારનો કાચ તોડીને બહાર આવી ગયા હતા. આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


