હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલાં નતાશા સ્ટૅનકોવિચ દીકરા અગસ્ત્યને તેના દેશ સર્બિયા લઈ ગઈ હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હાર્દિક પંડ્યાએ ગઈ કાલે તેના દીકરા અગસ્ત્યના બર્થ-ડે પર ક્યુટ વિડિયો શૅર કરીને ઇમોશનલ પોસ્ટ કરી હતી. દીકરા સાથેની મસ્તીની ક્ષણોને યાદ કરીને તેણે કૅપ્શનમાં લખ્યું હતું કે ‘તું મને દરરોજ આગળ વધવામાં મદદ કરે છે. મારા ક્રાઇમ પાર્ટનરને જન્મદિવસની શુભકામનાઓ. મારું દિલ, મારા અગુ, હું તને આ શબ્દોથી વધુ પ્રેમ કરું છું.’
હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલાં નતાશા સ્ટૅનકોવિચ દીકરા અગસ્ત્યને તેના દેશ સર્બિયા લઈ ગઈ હતી. બન્ને અગસ્ત્યના કો-પેરન્ટ બની રહેશે અને તેનો ખર્ચ સાથે ઉપાડશે.

