મહેન્દ્ર સિંહ ધોની પછી હવે તેના ચાહક હાર્દિકે પણ જાણીતા હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમ પાસે ન્યુ લુક કરાવ્યું છે
હાર્દિક પંડ્યા
ભારતનો સ્ટાર-ક્રિકેટર હાર્દિક પંડ્યા થોડા-થોડા સમયે ન્યુઝમાં ચમકતો હોય છે અને આ વખતે તે તેની નવી હેરસ્ટાઇલને કારણે ચમકી રહ્યો છે. ૪૦ વર્ષના મહેન્દ્ર સિંહ ધોની પછી હવે તેના ચાહક ૨૭ વર્ષના હાર્દિકે પણ જાણીતા હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમ પાસે ન્યુ લુક કરાવ્યું છે. નવી હેરસ્ટાઇલને કારણે હાર્દિક પર તેના અસંખ્ય ચાહકો આફરીન છે, તેની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ પણ ફિદા-ફિદા છે. આવતા મહિને યુએઈમાં રમાનારી આઇપીએલ પહેલાં હાર્દિકે આ સ્લીક હેરકટથી પોતાના ફૅન્સને સોશ્યલ મીડિયા પર ચોંકાવી દીધા છે. ગઈ કાલે ગણતરીના કલાકોમાં હાર્દિકને મીડિયા પર ૯ લાખથી વધુ લાઇક્સ મળી હતી.


