શુક્રવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નવી રિલેશનશિપ કન્ફર્મ થઈ છે. ૩૧ વર્ષનો હાર્દિક જૂની ગર્લફ્રેન્ડ અને સિંગર જાસ્મિન વાલિયા સાથે અલગ થયા બાદ મૉડલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે એવા અહેવાલ સામે આવ્યા હતા.
મુંબઈ ઍરપોર્ટ પર હાર્દિક પંડ્યાની નવી રિલેશનશિપ કન્ફર્મ થઈ ગઈ
શુક્રવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નવી રિલેશનશિપ કન્ફર્મ થઈ છે. ૩૧ વર્ષનો હાર્દિક જૂની ગર્લફ્રેન્ડ અને સિંગર જાસ્મિન વાલિયા સાથે અલગ થયા બાદ મૉડલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે એવા અહેવાલ સામે આવ્યા હતા. ગઈ કાલે પહેલી વખત ૨૪ વર્ષની માહિકા શર્મા સાથે જાહેરમાં જોવા મળતાં હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડની પુષ્ટિ થઈ છે. તે બન્ને બ્લૅક ડ્રેસમાં ૪.૫૭ કરોડ રૂપિયાની પીળી લમ્બોર્ગિનીમાં ઍરપોર્ટ પહોંચ્યાં હતાં.


