Hardik Pandya and Natasa Stankovic: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તેના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સુકાની હેઠળ ક્વોલિફાયર પહેલા જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક (તસવીર સૌજન્ય: નતાશાનું ઇનસ્ટાગ્રામ)
કી હાઇલાઇટ્સ
- આઇપીએલમાંથી હાર્દિક પંડ્યાની એમઆઇ બહાર થઈ ગઈ છે.
- આ વર્ષે હાર્દિકનું પર્ફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું હતું.
- હવે હાર્દિક પણે નતાશા બંનેના લગ્ન જીવનમાં કોઈ સમસ્યા નિર્માણ થઈ છે, એવી ચર્ચા શરૂ થઈ છે.
ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યાનું (Hardik Pandya and Natasa Stankovic) આ વર્ષનું પર્ફોર્મન્સ ખૂબ જ નબળું રહ્યું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તેના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની સુકાની હેઠળ ક્વોલિફાયર રાઉન્ડ પહેલા જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ વર્ષમાં હાર્દિક પંડ્યા ખૂબ જ ચર્ચા અને તેના પર્ફોર્મન્સને લીધે વિવાદમાં સપડાયો છે, જોકે હવે એવા સમાચાર છે જેને સાંભળીને તેના ચાહકને ઘણો આઘાત લાગ્યો છે. હાલમાં હાર્દિક પંડ્યા તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના સંબંધોની અફવાને લીધે ચર્ચામાં આવ્યો છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યા જૂન મહિનાના પહેલા અઠવાડિયાથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડકપમાં રમવાનો છે. જોકે આગામી વર્લ્ડ કપ (Hardik Pandya and Natasa Stankovic) પહેલા હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક અલગ થઈ જશે એવી જોરદાર ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. એક અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના પતિ હાર્દિક પંડ્યાનું નામ કાઢી મૂક્યું છે.
ADVERTISEMENT
નતાશાએ સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ પરથી તેના પતિ હાર્દિક પંડ્યાનું નામ કાઢી નાખતા બંને અલગ થવાના છે અને તેઓ ડિવોર્સ લેશે એવી ચર્ચા લોકોએ સોશિયલ મીડિયા પર જગાવી છે. જોકે, આ વાતમાં કેટલી સાચી છે તે બાબતે હાર્દિક કે નતાશાએ હજુ સુધી કોઈપણ ખુલાસો કર્યો નથી. હાર્દિક પંડ્યા અને નતાશાના (Hardik Pandya and Natasa Stankovic) લગ્નને ચાર વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો છે. હાર્દિક પંડ્યાએ મે 2020માં નતાશા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હાર્દિક અને નતાશા પણ માતા-પિતા બન્યા હતા અને તેમને એક દીકરો પણ છે.
ગયા વર્ષે 2023માં નતાશાએ દીકરાને જન્મ આપ્યો હતો. હવે હાર્દિક અને નતાશા દીકરા સાથેના અનેક પળોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. પરંતુ આ બધાની વચ્ચે હાર્દિક અને નતાશાના સંબંધોમાં તિરાડ પડી હોવાની અફવાઓ પણ હવે સામે આવી છે. જેથી હવે બંને ભવિષ્યમાં ડિવોર્સની અફવા બાબતે શું કહે છે તે જોવાનું રહેશે.
ગઈ ચાર માર્ચે નતાશાનો બર્થ-ડે હતો, પણ પત્નીના બર્થ-ડે પર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર કોઈપણ પોસ્ટ મૂકી નહોતી, જેથી બંનેના રિલેશનમાં કોઈ ખટાશ આવી છે એવી અફવા લોકો વચ્ચે શરૂ થઈ હતી અને તે બાદ નતાશાએ હાર્દિકનું નામ હટાવતા તેમના અલગ થવાની ચર્ચાને ફરી એક વખત વેગ મળ્યો છે, પરંતુ નતાશાએ હજુ સુધી તેના ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેની તસવીરો ડિલીટ કરી નથી.
હાર્દિક પંડ્યા અને નતાશાની (Hardik Pandya and Natasa Stankovic) લવ સ્ટોરીની શરૂઆત મુંબઈમાં એક પાર્ટી દરમિયાન થઈ હતી. આ પાર્ટીમાં બંને પહેલી વખત મળ્યા હતા અને તે બાદ બંને સારા મિત્રો બની ગયા હતા અને તે બાદ બંનેએ અનેક સમય લીવ-ઈન રિલેશનમાં રહ્યા હતા. જોકે આ વાતને હાર્દિક અને નતાશાએ દરેકથી છુપાવીને રાખી હતી. જેથી હવે હાર્દિક અને નતાશાના અલગ થવાને લઈને શું નવી માહિતી સામે આવશે તે જોવાનું રહેશે.