નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ (Hardik Natasa Divorce) શેર કરી છે. તેણે લખ્યું, "લગભગ 4 વર્ષ પછી, હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે."
પત્ની નતાસા સાથે હાર્દિક પંડ્યા. તસવીર: મિડ-ડે
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા (Hardik Natasa Divorce) લઈ લીધાં છે. નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. નતાશાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે બંને પરસ્પર સહમતિથી અલગ થયા છે. હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા, પરંતુ હવે લગભગ 4 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. નતાશાએ પોતાની પોસ્ટમાં પુત્ર અગસ્ત્યનો ઉલ્લેખ પણ કર્યો છે.
નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ (Hardik Natasa Divorce) શેર કરી છે. તેણે લખ્યું, "લગભગ 4 વર્ષ પછી, હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું, પરંતુ હવે બંનેએ એક જ નિર્ણય લીધો છે. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અગસ્ત્ય અમારા બંનેના જીવનનો હિસ્સો બની રહેશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.”
ADVERTISEMENT
View this post on Instagram
હાર્દિક અને નતાશાએ આ જ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ 2020માં લગ્ન કર્યાં હતાં. પંડ્યા અને નતાશાના છૂટાછેડા (Hardik Natasa Divorce)ના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યાં હતાં, પરંતુ હવે બંનેએ પુષ્ટિ કરી છે. પંડ્યા અને નતાશાના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા. તે જ વર્ષે તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. પંડ્યા અને નતાશાએ તેમના કાયદેસરના લગ્ન બાદ લગ્નની શાનદાર ઉજવણી કરી હતી. તેમણે ઘણા રિવાજો સાથે લગ્ન કર્યાં હતાં.
તમને જણાવી દઈએ કે, IPL 2024 દરમિયાન પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. એક તરફ તેનો પરિવાર તૂટી રહ્યો હતો અને બીજી તરફ તેનું પ્રદર્શન બગડી રહ્યું હતું. પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તે ખરાબ રીતે રડ્યો અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી.
શ્રીલંકા ટૂરમાં વન-ડે સિરીઝ નહીં રમે હાર્દિક પંડ્યા
સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૨૭ જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની T20 ક્રિકેટ સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રએ જણાવ્યું હતું કે પંડ્યા T20 સિરીઝમાં કૅપ્ટન રહેશે, જ્યારે અંગત કારણસર તે ઑગસ્ટમાં યોજાનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમશે નહીં. નિયમિત કૅપ્ટન રોહિત શર્માને આ વિશે જાણકારી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીર રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને આરામ આપવાના મૂડમાં નથી. એથી આ સ્ટાર ક્રિકેટરો વન-ડે સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ બોર્ડની આ સલાહ માનશે સ્ટાર ક્રિકેટર્સ?
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે ‘જે ઇન્ટરનૅશનલ ક્રિકેટ નહીં રમતા હોય એવા તમામ સ્ટાર ક્રિકેટરોને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. રોહિત, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને એમાંથી મુક્તિ આપવામાં આવી છે. ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે કે બાકીના તમામ ટેસ્ટ-નિષ્ણાત ક્રિકેટર્સ ઑગસ્ટમાં દુલીપ ટ્રોફીની ઓછામાં ઓછી એક મૅચ રમે.’