શુભમન ગિલે એક ઇન્ટરવ્યુમાં તેની રિલેશનશિપની અફવાઓને નકારી કાઢી છે. ભૂતકાળમાં તે ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર અને બૉલીવુડ સ્ટાર સૈફ અલી ખાનની દીકરી ઍક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરે છે એવા સમાચાર સામે આવ્યા હતા.
શુભમન ગિલ
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે એક ઇન્ટરવ્યુમાં તેની રિલેશનશિપની અફવાઓને નકારી કાઢી છે. ભૂતકાળમાં તે ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરની દીકરી સારા તેન્ડુલકર અને બૉલીવુડ સ્ટાર સૈફ અલી ખાનની દીકરી ઍક્ટ્રેસ સારા અલી ખાનને ડેટ કરે છે એવા સમાચાર સામે આવ્યા હતા, પણ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે સિંગલ છે.
ગિલ કહે છે કે ‘હું ત્રણ વર્ષથી વધુ સમયથી સિંગલ છું અને ઘણી બધી અફવાઓ મને જુદા-જુદા લોકો સાથે જોડે છે. ક્યારેક એ એટલું હાસ્યાસ્પદ હોય છે કે મેં મારા જીવનમાં ક્યારેય તે વ્યક્તિને જોઈ કે મળ્યો પણ ન હોય તેવા લોકો સાથે મારું નામ જોડવામાં આવે છે. હું જાણું છું કે મારે પ્રોફેશનલ કરીઅરમાં શું કરવાની જરૂર છે એના પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરું છું. મારા જીવનમાં વર્ષના ૩૦૦ દિવસ કોઈની સાથે રહેવા માટે કોઈ જગ્યા નથી. અમે ટીમ સાથે ક્યાંક ને ક્યાંક મુસાફરી કરતા રહીએ છીએ. એથી કોઈની સાથે રિલેશનશિપમાં રહેવા માટે ભાગ્યે જ કોઈ સમય હોય છે.’


