IPL 2025ની ૫૧મી મૅચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. હૈદરાબાદ ગુજરાત સામે ૨૦૨૨માં જ એકમાત્ર મૅચ જીતી શક્યું છે. અમદાવાદમાં બન્ને ટીમ બે વખત ટકરાઈ છે અને બન્નેમાં હોમ ટીમ ગુજરાતે જ બાજી મારી છે.
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ અન્ય ખેલાડીઓ સાથે
IPL 2025ની ૫૧મી મૅચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. હૈદરાબાદ ગુજરાત સામે ૨૦૨૨માં જ એકમાત્ર મૅચ જીતી શક્યું છે. અમદાવાદમાં બન્ને ટીમ બે વખત ટકરાઈ છે અને બન્નેમાં હોમ ટીમ ગુજરાતે જ બાજી મારી છે. સીઝનની પહેલી ટક્કરમાં હૈદરાબાદને આ હરીફ ટીમ સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લી મૅચમાં રાજસ્થાન રૉયલ્સના વન્ડર બૉય વૈભવ સૂર્યવંશીની તોફાની બૅટિંગના કારણે ગુજરાતના બોલરોના આત્મવિશ્વાસ પર મોટી અસર થઈ હતી. પ્લેઑફમાં પહોંચવા માટે ૧૬ પૉઇન્ટનો આંકડો પાર કરવા માટે એને બાકીની પાંચ મૅચમાંથી ફક્ત બે જીતવાની જરૂર છે. જ્યારે હાલમાં જ મૉલદીવ્ઝમાં વેકેશન એન્જૉય કરીને અમદાવાદ પહોંચેલી હૈદરાબાદી ટીમે પ્લેઑફની રેસમાં બની રહેવા માટે પોતાની અંતિમ પાંચેય મૅચ જીતવી પડશે. મૅચનો સમય સાંજે ૭.૩૦ વાગ્યાથી.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૬ |
|
GTની જીત |
૪ |
|
SRHની જીત |
૧ |
|
નો રિઝલ્ટ |
૧ |
ADVERTISEMENT

પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ બૅટિંગ પ્રૅક્ટિસ માટે આવ્યો હતો, જ્યારે ગુજરાતનો આ સીઝનનો સૌથી સફળ બોલર મોહમ્મદ સિરાજ ફુટબૉલ રમતો જોવા મળ્યો હતો.


