SA20ના કમિશનર ગ્રેમ સ્મિથે કહ્યું...ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં IPL એક માર્ગદર્શક છે અને અમે એમાંથી શીખી રહ્યા છીએ
ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં IPL એક માર્ગદર્શક છે અને અમે એમાંથી શીખી રહ્યા છીએ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અને ફ્રૅન્ચાઇઝી લીગ SA20ના કમિશનર ગ્રેમ સ્મિથે વિશ્વની સૌથી મોટી T20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સાઉથ આફ્રિકા માટે ૩૪૭ ઇન્ટરનૅશનલ મૅચ રમનાર ગ્રેમ સ્મિથે કહ્યું કે ‘BCCI અને IPLએ અમને ઘણી મદદ કરી છે અને દરેક નિર્ણય લેવામાં માર્ગદર્શન આપ્યું છે. ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં IPL અત્યાર સુધી અગ્રેસર રહ્યું છે અને અમે એમાંથી સતત શીખી રહ્યા છીએ. અમે હંમેશાં કહ્યું છે કે અમે ભવિષ્ય વિશે BCCI સાથે વાત કરતા રહીએ છીએ. સાઉથ આફ્રિકાના ક્રિકેટરો ભારતીય ક્રિકેટરોને ખૂબ પસંદ કરે છે. જ્યારે પણ તેઓ અહીં આવે છે ત્યારે તેમની પ્રતિભા જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. હું ભાગ્યશાળી છું કે હું બે વર્ષ સુધી IPL રમ્યો છું. મેં ૨૦૦૮માં મારી પહેલી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ સાથે ટાઇટલ પણ જીત્યું હતું.’

