ઘાટકોપર જૉલી જિમખાના ક્રિકેટ સબ કમિટી દ્વારા છેલ્લાં ૧૫ વર્ષથી સતત આયોજન કરવામાં આવે છે
જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા તથા નલિન મહેતા, ક્રિકેટ ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, કન્વીનર મથુરા ભાનુશાલી, જૉઇન્ટ કન્વીનર બન્ટી દોશી તથા ક્રિકેટ સબ કમિટીના મેમ્બરો સાથે પ્રથમ મૅચની બન્ને ટીમ.
ઘાટકોપર જૉલી જિમખાના ક્રિકેટ સબ કમિટી દ્વારા છેલ્લાં ૧૫ વર્ષથી સતત યોજાતી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટની મંગળવાર, ત્રીજી ડિસેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે જિમખાનાના જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા તથા નલિન મહેતા, ક્રિકેટ ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા, કન્વીનર મથુરા ભાનુશાલી, જૉઇન્ટ કન્વીનર બન્ટી દોશી તથા ક્રિકેટ સબ કમિટીના મેમ્બરોની હાજરીમાં રિબન કાપીને શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું આયોજન ચૅરમૅન રજનીકાંત શાહ, મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, ટ્રસ્ટીગણ તથા મૅનેજિંગ કમિટીના સભ્યોના પ્રોત્સાહનથી કરવામાં આવી રહ્યું છે.
૩૫-૩૫ ઓવરની આ ટુર્નામેન્ટમાં આ વર્ષે એમ. ડી. ભાટિયા હાઈ સ્કૂલ-ઘાટકોપર, આર. એન. ગાંધી હાઈ સ્કૂલ-ઘાટકોપર, સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલ-ચેમ્બુર, મૉડર્ન ઇંગ્લિશ સ્કૂલ-ચેમ્બુર, શ્રી અમુલખ અમીચંદ હાઈ સ્કૂલ-માટુંઞા, બી. એ. કે. સ્વાધ્યાય હાઈ સ્કૂલ-માટુંઞા, પવાર પબ્લિક હાઈ સ્કૂલ-ભાંડુપ તથા પરાગ ઇંગ્લિશ સ્કૂલ-ભાંડુપ એમ કુલ આઠ સ્કૂલ સહભાગી થઈ છે. મંગળવારે રમાયેલા પ્રથમ મુકાબલામાં સ્વામી વિવેકાનંદ હાઈ સ્કૂલે આર. એન. ગાંધી હાઈ સ્કૂલને માત આપી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ ગુરુવાર, ૧૨ ડિસેમ્બરે રમાશે.

