IPL એકમાત્ર લીગ છે જે વિદેશી ખેલાડીના ક્રિકેટ બોર્ડને કમિશનના ૧૦ ટકા આપે છે.
IPL 2024
સુનીલ ગાવસકર
નૅશનલ ડ્યુટી માટે પોતાના દેશ પાછા જઈ રહેલા વિદેશી ખેલાડીઓ IPL ફ્રૅન્ચાઇઝીઓ માટે માથાનો દુખાવો બન્યા છે. ઇંગ્લૅન્ડના ક્રિકેટરો પ્લેઑફની મૅચ દરમ્યાન T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ સાથે જોડાવા IPLમાંથી બહાર થવાના છે. અંગ્રેજી ‘મિડ-ડે’ના લેખ દ્વારા દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર આવા વિદેશી ખેલાડીઓ પર ભડક્યા છે. લિટલ માસ્ટરે આ લેખમાં લખ્યું હતું કે તેઓ IPLની આગળ નૅશનલ ડ્યુટીને રાખવાના વિરોધમાં નથી, પરંતુ જો કોઈ ખેલાડીએ આખી સીઝન સાથે રહેવાનું વચન આપ્યું હોય અને તેના બોર્ડે તેને પરવાનગી આપી હોય તો તેઓ અચાનક છોડીને જઈ શકે નહીં. ૭૪ વર્ષના ગાવસકરનું માનવું છે કે જો ખેલાડીઓ હજી પણ આવું કરે છે તો ફ્રૅન્ચાઇઝી પાસે પગલાં લેવાની સત્તા હોવી જોઈએ. આ ખેલાડીઓના પગારમાં કાપ મૂકવાની સત્તા ફ્રૅન્ચાઇઝીઓને આપવા તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડને સલાહ આપી હતી. IPL એકમાત્ર લીગ છે જે વિદેશી ખેલાડીના ક્રિકેટ બોર્ડને કમિશનના ૧૦ ટકા આપે છે. ગાવસકરે એમાં પણ કાપ મૂકવા જણાવ્યું છે.