ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મૉન્ટી પનેસરે સુબ્રિના જોહલ નામની યુવતી સાથે લગ્ન કર્યાં છે. ૪૩ વર્ષના ભારતીય મૂળના આ સ્પિનરે પોતાની પત્ની સુબ્રિનાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પણ શૅર કરી હતી.
૪૩ વર્ષના મૉન્ટી પનેસરે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મૉન્ટી પનેસરે સુબ્રિના જોહલ નામની યુવતી સાથે લગ્ન કર્યાં છે. ૪૩ વર્ષના ભારતીય મૂળના આ સ્પિનરે પોતાની પત્ની સુબ્રિનાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પણ શૅર કરી હતી. એના પરથી ક્રિકેટજગતને તેનાં બીજાં લગ્નની જાણ થઈ હતી. સુબ્રિનાએ મૉન્ટી પનેસર સાથેનાં લગ્નનો ફોટો શૅર કર્યો અને લખ્યું, ‘બસ આવી જ રીતે નેક્સ્ટ ચૅપ્ટરમાં આગળ વધી રહ્યાં છીએ. મૉન્ટીએ આ સ્ટોરીને માય મિસિંગ પીસ લખીને શૅપ કરી હતી. પહેલી પત્ની ગુરશરણ રતન સાથે મૉન્ટી પનેસરના સંબંધો ૨૦૧૦થી ૨૦૧૩ સુધી જ ટકી શક્યા હતા.


