વેસ્ટ વતી અતીત શેઠે ત્રણ અને જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી હતી.
હેત પટેલ
કોઇમ્બતુરમાં પાંચ દિવસની દુલીપ ટ્રોફી ફાઇનલમાં ગઈ કાલે બીજા દિવસે વેસ્ટ ઝોન સામે સાઉથ ઝોને પહેલા દાવમાં ૭ વિકેટે ૩૧૮ રન બનાવીને ૪૮ રનની સરસાઈ મેળવી હતી.
બાબા ઇન્દ્રજિત (૧૧૮ રન, ૧૨૫ બૉલ, ૧૮ ફોર)ની સદી ઉપરાંત મનીષ પાન્ડેએ ૪૮ અને કે. ગૌતમે ૪૩ રન બનાવ્યા હતા. વેસ્ટ વતી અતીત શેઠે ત્રણ અને જયદેવ ઉનડકટે ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ તનુષ કોટિયનને મળી હતી. ચિંતન ગજા અને શમ્સ મુલાની વિકેટ નહોતા લઈ શક્યા. મયંક અગરવાલ ૯ રન અને કૅપ્ટન હનુમા વિહારી પચીસ રન બનાવી શક્યો હતો.
એ પહેલાં વેસ્ટ ઝોનનો વિકેટકીપર હેત પટેલ (૯૮ રન, ૧૮૯ બૉલ, એક સિક્સર, છ ફોર) બે રન માટે સદી ચૂકી ગયો હતો. જો તેણે સેન્ચુરી પૂરી કરી હોત તો છેલ્લી સાત ઇનિંગ્સમાં તેની આ ત્રીજી સેન્ચુરી હોત.


