સમીર રિઝવી દ્વારા ધર્મપરિવર્તન માટે પ્રેશર થતું હોવાના દાવા વચ્ચે યેશા સાગરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી સ્ટોરી
સમીર રિઝવી અને યેશા સાગર
દિલ્હી કૅપિટલ્સના ક્રિકેટર સમીર રિઝવી દ્વારા ધર્મપરિવર્તન માટે પ્રેશર થતું હોવાના દાવાઓનો યેશા સાગરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી જવાબ આપ્યો છે. યેશા સાગરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં લખ્યું હતું કે ઇન્ટરનેટ પર તમે જે જુઓ છો અથવા વાંચો છો એ બધું માનશો નહીં. પંજાબના લુધિયાણામાં જન્મેલી ૨૯ વર્ષની યેશા સાગર સ્પોર્ટ્સ ઍન્કરની સાથે ઍક્ટ્રેસ, મૉડલ પણ છે. તેણે શરૂઆતનું જીવન ફૅમિલી સાથે કૅનેડામાં વિતાવ્યું છે. બંગલાદેશ પ્રીમિયર લીગ, યુપી T20 લીગ, ગ્લોબલ T20 કૅનેડા સહિત વિમેન્સ પ્રીમિયર લીગ ૨૦૨૬ની ઓપનિંગમાં તે ઍન્કર તરીકે ચમકી ચૂકી છે. તેણે પંજાબી, હિન્દી સહિતની ભાષાઓના ૩૦ જેટલા મ્યુઝિક-વિડિયોમાં કામ કર્યું છે. સુરેશ રૈના, હરભજન સિંહ સહિતના ભારતીય ક્રિકેટર્સ સાથે તેણે ક્રિકેટના રસપ્રદ વિડિયો પણ બનાવ્યા છે.
