ચેપૉકમાં બન્ને ટીમ ચાર-ચાર મૅચ જીતી છે, પંજાબ પાસે હૅટ-ટ્રિક જીતની તક.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS)
IPL 2025ની ૪૯મી મૅચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં પંજાબે ૧૮ રને જીત મેળવી હતી. તળિયાની ટીમ ચેન્નઈ પોતાની છેલ્લી બન્ને મૅચ હારી છે, જ્યારે પંજાબ છેલ્લી બે મૅચથી જીતી શક્યું નથી. એની કલકત્તા સામેની છેલ્લી મૅચ વરસાદને કારણે નો-રિઝલ્ટ રહી હતી.
આજે જીત મેળવીને પંજાબની ટીમ પ્લેઑફ રેસમાં મજબૂત બનીને પોતાનો મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ સામેનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ બરાબર કરવાનો પ્રયાસ કરશે. ચેપૉક સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે આઠ મૅચ રમાઈ છે જેમાં બન્નેએ ૪-૪ જીત નોંધાવી છે. ૨૦૧૦માં હોમ ટીમ સામે પોતાની પહેલી સુપર ઓવર મૅચ જીતનાર પંજાબે છેલ્લી બન્ને મૅચમાં ચેપૉકમાં જીત મેળવી છે. ચેપૉકમાં ચેન્નઈ સામે હૅટ-ટ્રિક જીત મેળવવાની તક છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૧ |
|
CSKની જીત |
૧૬ |
|
PBKSની જીત |
૧૫ |
ADVERTISEMENT


