પપ્પાના અંતિમ સંસ્કાર પતાવ્યા બાદ દિલ્હીની ટીમ સાથે જોડાયો રિષભ પંત

આજે દિલ્હી બૅન્ગલોર સામે પોતાની IPLની પહેલી મૅચ રમશે. બુધવારે રાતે દિલ્હીના ટીમના ૧૯ વર્ષના યુવા ખેલાડી રિષભ પંતના પપ્પાનું નિધન થયું હતું, પરંતુ આ યુવા ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી દ્વારા આવા વિકટ સમયે બતાવેલી અનોખી હિંમતનાં દર્શન કરાવતાં ટીમ સાથે જોડાઈ ગયો હતો. દિલ્હીની ટીમના કોચ પેડી ઉપટને કહ્યું હતું કે ‘સમગ્ર ટીમ આ દુખદ ક્ષણે યુવા ખેલાડી સાથે છે. પરિવારમાં આવી ઘટના બને ત્યારે કોઈ પણ માટે એ બહુ વિકટ સમય હોય છે એમ છતાં રિષભ ટીમ વિશે વિચારે છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે.’


