પૂર્વ કૅપ્ટન ચેરેટીના કામમાં વ્યસ્ત રહેવાની સાથે જ ક્રિકેટ પણ રમે છે. પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન ઈમરાન નઝીરે શાહિદની દરિયાદિલીનો કિસ્સો સંભળાવ્યો છે. 50થી 60 લાખ રૂપિયા તેણે કોઈપણ વસ્તુની ચિંતા કર્યા વગર તેની બીમારીમાં ખર્ચ કરી દીધા.

શાહીદ અફરીદી (ફાઈલ તસવીર)
પાકિસ્તાન (Pakisan) ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન શાહિદ અફરીદીને વિશાળ મનનો ક્રિકેટર માનવામાં આવે છે. પૂર્વ કૅપ્ટન ચેરેટીના કામમાં વ્યસ્ત રહેવાની સાથે જ ક્રિકેટ પણ રમે છે. પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન ઈમરાન નઝીરે શાહિદની દરિયાદિલીનો કિસ્સો સંભળાવ્યો છે. 50થી 60 લાખ રૂપિયા તેણે કોઈપણ વસ્તુની ચિંતા કર્યા વગર તેની બીમારીમાં ખર્ચ કરી દીધા.
ઈમરાન નઝીરે એક શૉમાં કહ્યું કે, જ્યારે મારી તાજેતરમાં સારવાર થઈ તો એમઆરઆઈ અને અન્ય ટેસ્ટ બાદ ખબર પડી કે મને ઝેર આપવામાં આવ્યું હતું. મર્કરી જે એક સ્લો પૉઈઝન હોય છે. આ તમારા જૉઈન્ટ્સ સુધી પહોંચે છે અને તેને નબળાં પાડે છે. 8થી 10 વર્ષ સુધી મારા દરેક સાંધામાં દુઃખાવો થયો. ત્યાર બાદ પણ હું ઉપરવાળાને એ જ પ્રાર્થના કરતો હતો કે મને પથારીવશ ન પાડતો. હું બીમારીમાં પણ ચાલતો ફરતો રહ્યો.
મને એ વાતનો સહેજ પણ અંદાજ નહોતો કે કોણે અને ક્યારે મને આ સ્લો પૉઈઝન આપી દીધું. આ મર્કરી હોય છે આની અસર 6થી 8 મહિના બાદ થવાની શરૂ થાય છે. એકાએક તમને ખબર પડે કે કોઈકે તમારી સાથે આ ખોટું કામ કર્યું. તેમ છતાં મારી સાથે જેણે ખરાબ કર્યું મેં તેનું ખરાબ નથી ઈચ્છ્યું. ઉપરવાળા પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું કે તે માણસનું પણ ભલું કરજો. મારનાર કરતાં બચાવનાર મોટો હોય છે અને તમે જોઈ લો આજે હું મારા પગ પર ચાલી રહ્યો છું.
મારી બીમારીમાં જે કંઈપણ મારી પાસે જમા કરેલું હતું તે બધો પૈસો ખર્ચ થઈ ગયો. મારી જે ફાઈનલ ટ્રિટમેન્ટ હતી તેમાં શાહિદ અફરીદીએ મારી ખૂબ જ મદદ કરી. હું દરેક જગ્યાએ આ વાત કહું છું અને હંમેશાં હું તેનો આભાર માનતો રહીશ. એક માણસે તે સમયે આવીને મારી મદદ કરી જ્યારે મને ખૂબ જ વધારે જરૂર હતી. કારણકે તે સમયે મારી પાસે કંઈ વધ્યું નહોતું. મારી શાહિદ અફરીદી સાથે એક મીટિંગ થઈ હતી અને તેણે એક દિવસમં મારા ડૉક્ટરના અકાઉન્ટમાં પૈસા નખાવી દીધા.
આ પણ વાંચો : News In Shorts: સિરાજે નંબર-વન રૅન્ક ગુમાવ્યો, વિલિયમસન ટેસ્ટમાં નંબર-ટૂ
મારી બીમારીમાં શાહિદ અફરીદીએ કંઈપણ વિચાર્યા વગર મદદ કરી. તેમણે એકવાર પણ ન પૂછ્યું કે કેટલા પૈસા લાગી શકે છે. તેમણે ડૉક્ટરને કહ્યું કે જેટલા પણ પૈસા લાગે છે લાગી જાય પણ મારો ભાઈ સ્વસ્થ થઈ જવો જોઈએ. મારી સારવારમાં 50થી 60 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેણે એકવાર પણ પૈસા આપતા પહેલા વિચાર સુદ્ધા નહોતો કર્યો.